Home »TV »Latest Masala» Yeh Rishta Kya Kehlata Hai Fame Kanchi Singh Affair With Rohan Mehra

આ છે 'અક્ષરા'ની ભાણી, આ કારણથી આવી હતી મુંબઈ, આમ મળ્યો Big Break

divyabhaskar.com | Mar 17, 2017, 13:09 PM IST

મુંબઈઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'માં 'નક્ષ-નાયરા'ની કઝિન ગાયત્રીની ભૂમિકા ભજવતી કાંચી સિંહ ઈન્દોરની છે. સીરિયલમાં ગાયુ, 'નૈતિક તથા અક્ષરા'ની ભાણીના રોલમાં છે. તાજેતરમાં જ કાંચી સિંહે divyabhaskar.comને આપેલાં ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની મોમનું સપનું હતું કે તે એક્ટ્રેસ બને પરંતુ આ સપનું પૂરું થઈ શક્યું નહીં. હવે તે એક્ટ્રેસ બનીને તેની મોમના ડ્રિમને પૂર્ણ કર્યું છે. રિયલ લાઈફમાં કાંચીના સંબંધો 'યે રિશ્તા..'માં જૂનો નક્ષ બનતા રોહન મહેરા સાથે છે. રોહને આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. 

આ રીતે મળ્યો બિગ બ્રેકઃ
- કાંચીને 'ઔર પ્યાર હો ગયા'માં અવનીનો રોલ ઘણી જ સરળતાથી મળી ગયો હતો. કાંચી સેકન્ડ લીડ માટે ઓડિશન આપવા ગઈ હતી. અહીંયા પહેલેથી જ અનેક યુવતીઓ હતી.
- જ્યારે તેણે ઓડિશન આપ્યું ત્યારે તેને ખબર મળી કે અવનીની ફ્રેન્ડ માટેનું ઓડિશન ચાલે છે.
- ત્યારે કાંચીને થયું કે તે સેકન્ડ લીડ નહીં કરે શકે અને તેણે મોમને ઓડિશન આપવાની ના પાડી હતી. જોકે, તેની મોમે તેને કહ્યું હતું કે કામ તો બસ કામ હોય છે. તું ખાલી ઓડિશન આપી દે.
- ઓડિશન બાદ તે ઘરે આવી અને બીજા દિવસે પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો કે તેને લીડ રોલ ઓફર થયો છે.

જન્મ થતાં જ નક્કી કર્યું હતું કે હિરોઈન બનાવીશઃ
- કાંચી છ વર્ષની ઉંમરથી થિયેટર કરે છે. તેણે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે 'બાલાજી'ની એકાદ-બે સીરિયલ્સમાં નાની-મોટી ભૂમિકા પણ ભજવી છે.
- ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકનાર કાંચીએ કહ્યું હતું કે તે પોતાની મોમને આઈડલ માને છે. તેની મોમ તેની પ્રેરણા છે. તેઓ સારા કલાકાર છે પરંતુ હાલતને કારણે એક્ટ્રેસ બની શક્યા નહીં.
- કાંચી પોતે ક્યારેય એક્ટ્રેસ બનવા માંગતી નહોતી પરંતુ આ તેની મોમનું સપનું હતું.
- જ્યારે તેની મોમ યંગ હતી, ત્યારે તેણે હિરોઈન બનવાનું સપનું જોયું હતું પરંતુ તેમ થયું નહીં. તેના લગ્ન થયા અને તેનો જન્મ થયો. ત્યારે જ તેણી મોમે નક્કી કર્યું હતું કે તે દીકરીને એક્ટ્રેસ બનાવશે.

'બિગ બોસ'ના ઘરમાં જતા પહેલાં રોહને સ્વીકાર્યો કાંચી સાથેનો સંબંધઃ
- રોહન મહેરાએ 'બિગ બોસ'ના ઘરમાં જતા પહેલાં કહ્યું હતું કે ઘરની અંદર વિવાદો થતા હોય છે અને તેનાથી બચીને રહેવું કદાચ મુશ્કેલ છે. 
- જોકે, તે ઘરની અંદર કોઈ રિલેશનશીપમાં આવવાનો નથી. તેના સંબંધો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'ની ગાયત્રી બનતી કાંચી સિંહ છે. તેથી તે ઘરમાં પ્રેમ શોધવા આવ્યો નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કાંચી તથા રોહનની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: yeh rishta kya kehlata hai fame kanchi singh affair with rohan mehra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended