Home »TV »Latest Masala» Sonali Raut And Yuvraj Parashar Intimate Scenes

ડિરેક્ટરે CUT કહ્યાં બાદ પણ આ જાણીતા સેલેબ્સ એકબીજાને કરતાં રહ્યાં KISS

divyabhaskar.com | May 14, 2017, 14:16 PM IST

  • સોનાલી રાઉત તથા યુવરાજ પરાશર
મુંબઈઃ આજકાલ વેબ સીરિઝ ચાહકોને વધુ પસંદ આવી રહી છે. હવે અન્ય વેબી સીરિઝ 'લવ લાઈફ એન્ડ સ્ક્રૂ અપ્સ' આવી રહી છે. આ વેબ સીરિઝથી વીતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ ઝિન્નત અમાન ડેબ્યૂ કરી રહી છે. આ સીરિઝમાં 'બિગ બોસ' ફૅમ સોનાલી રાઉત, યુવરાજ પરાશર છે. હાલમાં જ આ બંને વચ્ચે ઈન્ટિમેટ સીન્સ શૂટ થયો હતો અને ડિરેક્ટરે કટ કહી દીધા બાદ પણ બંને એકબીજામાં ખોવાયેલા રહ્યાં હતાં.

ઈન્ટિમેટ સીન થવાનો હતો શૂટઃ
ડિરેક્ટર કપિલ કૌસ્તુભ શર્માની આ વેબ સીરિઝના ઈન્ટીમેટ સીન્સના શૂટિંગ સમયે સોનાલી તથા યુવરાજે કોઈ પણ જાતના રિહર્સલ વગર સીધું જ શૂટિંગ કરવાનું કહ્યું હતું. બંને માટે આ પરિસ્થિતિ ઓકવર્ડ હતી. બંનેએ આ પહેલાં ક્યારેય ઈન્ટિમેટ સીન કર્યાં નહોતાં. આથી જ તેમણે રિહર્સલ કર્યા વગર જ શૂટિંગ શરૂ કર્યું હતું. બાથરૂમમાં શાવર નીચે આ બંનેએ એકબીજાને કિસ કરવાની હતી. કેમેરા શરૂ થયો અને બંને શાવર નીચે એકબીજાને કિસ કરવા લાગ્યા હતાં. ડિરેક્ટરે કટ કહ્યું તેમ છતાંય બંને એકબીજામાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતાં કે તેમને ડિરેક્ટરનો કટનો અવાજ પણ સંભળાયો નહીં. 

ડિરેક્ટરે કેમેરો રાખ્યો ચાલ્યોઃ
કટ કહ્યાં બાદ પણ બંનેએ ઈન્ટીમેટ સીન ચાલુ રાખ્યો હતો. જેને કારણે કપિલ કૌસ્તુભે કેમેરામેનને કેમેરો ચાલુ રાખવાનો કહ્યો હતો. જ્યારે ડિરેક્ટરને લાગ્યું કે સોનાલી તથા યુવરાજના ઈન્ટીમેટ સીન્સના સારા ફૂટેજ આવી ગયા છે પછી ડિેરેક્ટરે બંનેની નજીક જઈને સીન પૂરો થયાની વાત કરી હતી. આ વાતથી બંને જણાં ઘણાં શરમાઈ ગયા હતાં. જોકે, જ્યારે ડિરેક્ટરે આ સીન્સના ઘણાં જ સારા શોટ્સ આવ્યાની વાત કરી તો બંને ખુશ થયા હતાં. 

આ કલાકારો છેઃ
ઝિન્નત અમાન, સોનાલી તથા યુવરાજ સિવાય આ વેબ સીરિઝમાં ડોલી ઠાકોર, ડિઆન્દ્રા સોર્સ, સુશાંત દિગ્વીકર તથા કપિલ કૌસ્તુભ શર્મા પણ કામ કરી રહ્યાં છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સોનાલી-યુવરાજનો ઈન્ટિમેટ સીન્સ...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sonali raut and yuvraj parashar intimate scenes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended