Home »TV »Latest Masala» Vishal Karwal Steamy Affair With Indonesian Model

વિદેશી મોડલે TVના કૃષ્ણને બોયફ્રેન્ડ ગણાવી પોસ્ટ કર્યો બેડરૂમ વીડિયો

divyabhaskar.com | Aug 30, 2017, 11:09 AM IST

  • 'દ્વારિકાધીશ-ભગવાન શ્રી કૃષ્ણા'(2011)માં કૃષ્ણના રોલમાં વિશાલ કરવાલ અને ગેબ્બી વેસ્તા
મુંબઈઃ ટીવી શો 'દ્વારિકાધીશ-ભગવાન શ્રી કૃષ્ણા'(2011)માં શ્રી કૃષ્ણનો રોલ કરનારા વિશાલ કરવાલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ડોનેશિયલ મોડલે દાવો કર્યો છે કે, તે તેની સાથે ડીપ રિલેશનશિપમાં છે. આ મોડલનું નામ ગેબ્બી વેસ્તા (Gebby Vesta) છે. જેમણે તાજેતરમાં પોતાનો એક બેડરૂમ વીડિયો પોસ્ટ કરીને તેની ગર્લફ્રેન્ડ હોવાની સોશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. વીડિયોમાં સેમી ન્યૂડ જોવા મળ્યો વિશાલ
 
-વિશાલની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરનારી ગેબ્બીએ એક બેડરૂમ વીડિયો પોસ્ટ કર્યો છે.
-તેમાં ગેબ્બી તેને બેડ ટી આપે છે અને વિશાલ પથારી પર સેમી ન્યૂડ થઈને સુતેલો જોવા મળે છે. જોકે વીડિયોમાં માત્ર ગેબ્બીનો જ અવાજ આવી રહ્યો છે, અને તેનો ચહેરો દેખાતો નથી.
-આ વીડિયોને શેર કરતા ગેબ્બીએ ત્યાંની એક ભાષામાં સ્ટેટસ પણ લખ્યું છે. જેમાં તેણે વિશાલ અને પોતાના અંગે વાત કરી છે.(જોકે divyabhaskar.com વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટી કરતું નથી)
 
વિશાલે કર્યો ઈન્ડોનેશિયન ગર્લને ઓળખવાથી ઈન્કાર
- ગર્લફ્રેન્ડની ખબર પર વિશાલનું કહેવું છે કે, હું પાછલા વીકમાં ઈન્ડોનેશિયામાં હતો અને જ્યારે ઈન્ડિયા પાછો ફર્યો ત્યારે મને આ અંગે જાણવા મળ્યું હતું.
- મારા ઈન્ડોનેશિયન ફ્રેન્ડે મને આ વાત જણાવી અને કહ્યું કે, તે યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર મારો ફોટો પોસ્ટ કર્યો છે. તેનું કહેવું છે કે, તે મારી સાથે રિલેશનશિપમાં છે.
-તેના મુજબ, અમે સિંગાપોરમાં મળ્યા હતા અને 2 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ.
-સાચુ તો એ છે કે, હું ક્યારેય સિંગાપોર ગયો જ નથી. તમે મારો પાસપોર્ટ ચેક કરી શકો છો, તેમજ આ યુવતીને પણ ક્યારેય મળ્યો નથી.
-મને ટ્રાવેલિંગ કરવું પસંદ છે. તાજેતરમાં હું યુરોપ ટ્રિપ પર ગયો હતો. જ્યાં અનેક ફ્રેન્ડ્સે મારી સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા. તો શું તેનો અર્થ એ કે, મારો તેની સાથે સંબંધ છે.
 
આ કારણે એક્શન લઈ શકતો નથી વિશાલ
-વિશાલનું કહેવું છે કે, ગેબ્બીએ વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં હું નથી. મેં વીડિયો જોયો છે, પણ ખબર નહીં તે કોણ છે.
-આ દરમિયાન હું હેલ્પલેસ હોવાનો અહેસાસ કરું છું. જો ઈન્ડિયામાં આવું થયું હોત તો તેના પર કેસ કરત.
-હું માત્ર એક જ વાર ઈન્ડોનેશિયા ગયો છું, જે શો અંતર્ગત માત્ર પાંચ દિવસ કામ માટે ગયો હતો.
- હું ત્યાંથી ચેનલ સાથે વાત કરું તો મારી મદદ કરે. આ સાથે બની શકે તો યુવતી પર પગલા લે, કારણ કે તે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ માટે આવું કરી રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વિશાલના વીડિયોનો સ્ક્રીન શોટ અને ગેબ્બી વેસ્તાના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vishal Karwal Steamy Affair With Indonesian Model
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended