Home »TV »Latest Masala» Tv Serial Pehredaar Piya Ki Star Cast Promoted Their Serial

9 વર્ષના બાળકે 19 વર્ષની યુવતી સાથે મનાવી સુહાગરાત!!!

divyabhaskar.com | Aug 09, 2017, 14:51 PM IST

મુંબઈઃ ટીવી સીરિયલ 'પેહરેદાર પિયા કી' જ્યારથી ઓન-એર થઈ છે, ત્યારથી જ ચર્ચામાં છે. આ સીરિયલમાં નવ વર્ષના બાળકના 19 વર્ષીય યુવતી સાથે લગ્ન કરાવવામાં આવે છે, જેને કારણે આ સીરિયલની ઘણી જ ટિકા થઈ હતી. માત્ર દર્શકો જ નહીં ટીવી સેલેબ્સે પણ આ શોનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ આ સીરિયલમાં નવ વર્ષના બાળક તથા 19 વર્ષીય યુવતીની સુહાગરાત બનાવવામાં આવી છે. 

આ રીતે મનાવી સુહાગરાતઃ
સીરિયલમાં દિયાનો રોલ તેજસ્વી પ્રકાશે પ્લે કર્યો છે. જ્યારે નવ વર્ષના બાળક રતનનો રોલ અફાન ખાને પ્લે કર્યો છે. આ સીરિયલના સુહાગરાતની સિક્વન્સમાં એવું કંઈ જ બતાવવામાં આવ્યું નથી. સુહાગરાતના દિવસે રતન તથા દિયા વચ્ચે પિલો ફાઈટ થાય છે અને તેઓ પછી સૂઈ જાય છે. આ સીનમાં ઓબ્જેક્શન થાય તેવું કંઈ જ નહોતું પરંતુ સીરિયલની સ્ટોરી લાઈનને કારણે વિવાદ થતો રહે છે. 

30 મિનિટમાં થઈ જાય છે તૈયારઃ
તેજસ્વીએ કહ્યું હતું કે તે માત્ર 30 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તેના મેક-અપદાદા તથઆ હેર ડ્રેસર તેને ઝડપથી તૈયાર કરી દે છે. તેણે આ રોલ માટે ઘણું જ રિસર્ચ કર્યું હતું. તેણે રાજસ્થાનની વિવિધ રાણીઓ પરની બુક્સ પણ વાંચી હતી. જેમાં રાણી પદ્માવતી ઓફ ચિત્તોડગઢ, ક્વિન ઓફ ચિત્તોર, મહારાણી ગાયત્રી દેવીઃ ધ રાજમાતા ઓફ જયપુર, મીરાબાઈઃ ક્વિન ઓફ રાજસ્થાન, ઈન્દિરા રાણેઃ મહારાણી ઓફ કૂચ બેહાર, મહારાણી સીતેદેવી સાહિબ ઓફ બરોડા...આ સિવાય પણ તે વિવિધ બુક્સ વાંચવા માંગે છે. તેને વાંચવું ઘણું જ પસંદ છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દિયા તથા રતનની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tv serial Pehredaar Piya Ki star cast promoted their serial
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended