Home »TV »Latest Masala» Tv Actress Harshali Zine Worked In Diya Aur Baati Hum And Cid Serials

રોલ જોઈતો હોય તો કરવું પડશે 'આ', જાણો એક્ટ્રેસે શું આપ્યો જવાબ...

Nishat Shamsi | Aug 11, 2017, 11:11 AM IST

મુંબઈઃ 'દિયા ઔર બાતી હમ' તથા 'સીઆઈડી' જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી હર્ષાલી જીનેએ પ્રોડક્શન કંટ્રોલર સતીષ ઝા પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં હર્ષાલીએ આના પુરાવા પણ સોશ્યિલ મીડિયામાં શૅર કર્યાં છે. તેણે સતીશ સાથે થયેલી ચેટનો પ્રિન્ય શોટ શૅર કરતા લખ્યું હતું કે કામ આપવાના બહાને કોમ્પ્રોમાઈઝ કરવાનું કહેવામાં આવ્યું. 

પ્રિન્ટ સ્ક્રિન શૅર કરતાં હાથ જોડવા લાગ્યો સતીષઃ
હર્ષાલીએ કહ્યું હતું કે ચેટિંગ કરતાં સમયે સતીષે તેની સાથે કાસ્ટિંગ કાઉચની કોશિશ કરી હતી. જોકે, તેણે ના પાડતા તે દલીલો કરવા લાગ્યો હતો. સતીષને પર્દાપાઠ ભણાવવા માટે હર્ષાલીએ ચેટને સોશ્યિલ મીડિયામાં જાહેર કરી દીધી હતી. જ્યારે સતિષે આ ચેટ જોઈ તો તે હાથ જોડવા લાગ્યો હતો. તેણે હર્ષાલી પાસે માફી માંગી અને પોસ્ટ ડિલિટ કરવાની અપીલ કરી હતી. હર્ષાલીએ કહ્યું હતું કે પોસ્ટ સાર્વજનિક કરવી જરૂરી હતી. જો તે એમ ના કરતી તો સતિષનું મનોબળ વધી જાત અને પછી તે અન્ય કોઈ યુવતી સાથે આમ કરતી. હાલમાં એક્ટ્રેસે પોલીસ ફરિયાદ કરી નથી પરંતુ તે આ અંગે વિચારી રહી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, હર્ષાલી જીનેની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tv actress Harshali Zine worked in diya aur baati hum and cid serials
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended