Home »TV »Latest Masala» This Actress Says Some Invisible Energy Trying To Contact Me

‘પહરેદાર..’ ની એક્ટ્રેસ કર્યો ખુલાસો- ‘શૂટિંગ દરમિયાન અદ્રશ્ય શક્તિનો થયો અનુભવ’

divyabhaskar.com | Nov 16, 2017, 13:59 PM IST

  • ‘પહરેદાર..’ ની એક્ટ્રેસ કર્યો ખુલાસો- ‘શૂટિંગ દરમિયાન અદ્રશ્ય શક્તિનો થયો અનુભવ’,  latest masala news in gujarati

મુંબઈ :સોની ટીવીનો કોનટ્રોવર્શિયલ શો ‘પહેરેદાર પિયા કી’ બીજી સિઝન નવા ટાઈટલ ‘રિશ્તા લિખેંગે હમ નયા’ની સાથે ફરી શરૂ થઈ ચૂક્યો છે. આ શોનું મોટા ભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે  જેથી શોમાં રિયલ ફીલ આવી શકે. થોડા સમય પહેલા શોમાં ઈમ્પોર્ટન્ટ સિક્વન્સ શૂટ કર્યા પછી કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ બીકાનેરથી મુંબઈ પાછા ફર્યા છે.શોની લીડ એક્ટ્રેસે શૅર કર્યો એક્સપિરિયન્સ...

થોડા સમય પહેલા જ એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટએ આ વિશે વાત કરવા માટે એક લીડિંગ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ સાથે કોન્ટેક્ટ કર્યો તો તેણે અનેક ચોકાવનાર ખુલાસા કર્યા હતા. તેજસ્વીએ જણાવ્યું હતું કે ‘શૂટિંગ દરમિયાન મને એવું ફિલ થતું હતુ કે કોઈ અદશ્ય શક્તિ મારી સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે કોઈ મારું ધ્યાન ખેંચી રહ્યું હતુ.’ તેજસ્વીએ વધુમાં જણાવ્યું કે આ દરમિયાન રોહિતે મને સમજાવી કે આ બધી એક્ટિવિટીઝ હું જ કરી રહ્યો હતો, જે માત્ર મજાક હતો. પરંતુ મને તે વાત પર જરાય ભરોશો નહોતો થઈ રહ્યો. હું મારી આસપાસ કોઈને ફિલ કરી રહી હતી. એટલું જ નહીં, બીકાનેરના જે હોટલમાં શોની કાસ્ટ અને ક્રૂ રોકાયા હતા, ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝની નોટિસ આપવામાં આવી હતી.

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Actress Says Some Invisible Energy Trying To Contact Me
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended