Home »TV »Latest Masala» What Amitabh Bachchan Sees On His Computer Screen During Kbc

'KBC'માં બિગ બીની કોમ્પ્યુટર સ્ક્રિન પર શું મળે છે જોવા, પહેલેથી જાણે છે જવાબ?

divyabhaskar.com | Oct 11, 2017, 15:20 PM IST

  • 'કેબીસી'માં શો હોસ્ટ કરવા દરમિયાન બિગ બી
મુંબઈઃ28 ઓગસ્ટથી શરૂ થયેલો ક્વિઝ 'શો કેબીસી 9' હાલ ટીઆરપીની રેસમાં ટોપ પર છે. તેમજ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન દ્વારા બોલવામાં આવતી લાઈન 'કોમ્પ્યુટરજી લોક કર દિયા જાયે!' ટીવી જગતનો માઈલ સ્ટોન બની ગઈ છે. ઘણીવાર શોમાં બિગ બી એકદમ કોઈનું પણ ધ્યાન ના પડે તે રીતે કોમ્પ્યુટર સ્ક્રીન પર નજર કરતા જોવા મળે છે. તેમજ કન્ટેસ્ટન્ટની સાથે આવેલા પરિવારજનોથી લઈ બ્રેક સુધીની તમામ માહિતી તેમની પાસ ક્યાંથી આવે છે? બીજે ક્યાંથી તેમની કોમ્પ્યુટર સ્ક્રીન પરથી. આ સિવાય તમને એવો પણ સવાલ થતો હશે કે, શું અમિતાભને જવાબની પહેલેથી જ ખબર પડી જાય છે? તાજેતરમાં કેબીસીના એક પૂર્વ કન્ટેસ્ટન્ટે અમિતાભની કોમ્પ્યુટર સ્ક્રીન પર શું ચાલી રહ્યું હોય છે તેને લઈ રહસ્ય ખોલ્યું હતુ. 
 
કોમ્પ્યુટરમાંથી મળે છે રિસપોન્સ 
 
12.50 લાખ જીતનારા પૂર્વ કન્ટેસ્ટન્ટ અભિનવ પાંડેએ કોરા પર એક સવાલના જવાબ આપવા દરમિયાન આ વિગતો જાહેર કરી હતી.તેમણે જણાવ્યું કે,''આગામી કન્ટેસ્ટન્ટની ગેમ રમવા અને મારા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ દરમિયાન હું બચ્ચનની એકદમ પાછળ જ બેસેલો હતો. મેં તેમની કોમ્પ્યુટર સ્ક્રીનનું ઝીણવટ પૂર્વક અવલોકન કર્યું.તેમના કોમ્પ્યુટરમાંથી ઉત્તરો આવી રહ્યા હતા. તેઓ થોડું ઘણી ઓપરેટ પ્રોસેસ અને કન્ટેન્ટને પણ હટાવી શકતા હતા. જોકે મુખ્ય ઓપરેટર સ્ટુડિયોના બ્લેક ઝોનમાં બેસેલો હોય છે.
 
બિગની સ્ક્રીન પર હોય છે આવુ કન્ટેન્ટ
પરંતું કન્ટેસ્ટન્ટના કોમ્પ્યુટરમાંથી કોઈ રિસપોન્સ મળતો નથી. જેનું કન્ટેન્ટ બ્લેક ઝોનમાં કન્ટ્રોલ કરવામાં આવે છે. સામાન્યપણે બિગ બીની કોમ્પ્યુટર સ્ક્રીન વર્તમાન સવાલ, ઓલ ઓપશન્સ, વિનિંગ સ્ટ્રીક(સવાલ સાચો પડવા માટે જોવા મળતી પટ્ટી), ઉપયોગમાં લેવાયેલી અને ના લેવાયેલી લાઈફ લાઈન્સ.જો વચ્ચે તે કન્ટેસ્ટન્ટનું નામ, સ્થળ, જોબ, ગામ કે સાથીના નામ ભુલી જાય તો તેઓ સ્ક્રીન ઓપ્શન પરથી મેળવી લે છે. ''
 
આ સમયે બિગ બીને મળે સાચો જવાબ
મારા એપિસોડ દરમિયાન મારા ગામનું નામ ખોટી રીતે બોલતા હતા. આથી હું તેને દરેક વખતે ટોકતો રહેતો હતો. આથી 'ora'ને બદલે 'Jaora' માટે તેઓ વારં વાર સ્ક્રીન પર જોઈ લેતા હતા. તેમજ તેઓ 'લોક કર દિયા જાયે' બોલ્યા બાદ તેમની સ્ક્રીન પર સાચો કે ખોટો જવાબ બતાવે છે અને સવાલને લઈ વિગતવાર કન્ટેન્ટ જોવા મળે છે. જ્યારે કન્ટેસ્ટન્ટ ખોટા જવાબથી ચેતવવા માટે જે સંકેત આપે છે, તે તો એક હોસ્ટ તરીકેની સારી ભાવના માત્ર છે. બચ્ચન સરની એકદમ પાછળ બેઠેલા વ્યક્તિને પ્લે અલોંગ વીથ કન્ટેસ્ટન્ટ(જેમાં એપિસોડ દીઠ એક લાખ જીતી શકતા હતા)ને મોટો ફાયદો રહે છે.જ્યારે બીજી સ્ક્રીન પર નામ, 'ફોન અ ફ્રેન્ડ'ના વર્તમાન નોમિસીની ડિટેઈલ્સ જોવા મળે છે. તેમજ તેમની સ્ક્રીન પરનું ટાઈમર તેને બ્રેક લેવા અંગે સંદેશ આપે છે. તેમજ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ દરમિયાન હોટ સીટ અને અમિતાભના કોમ્યુટર્સ બંધ રાખવામાં આવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં અમિતાભ બચ્ચન અને અભિનવ પાંડેના વધુ ફોટોઝ
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: what amitabh bachchan sees on his computer screen during kbc
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended