Home »TV »Latest Masala» Salman Sister From Prem Ratan Dhan Payo Has Grown Up Like A Diva Now

સલમાનની આ 'નાની બહેન' બની ગઈ ગ્લેમરસ, ગુજ્જુ ગર્લ આમ લગાવે છે આગ

divyabhaskar.com | Nov 16, 2017, 14:52 PM IST

  • 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાન સાથે આશિકા અને હાલમાં

મુંબઈઃચાઈલ્ડ આર્ટિસ્ટ ક્યારે મોટા થઈ જાય તેની ખબર પણ રહેતી નથી. એક સમયે ફેમસ ટીવી શો 'મીરા-ક્રિષ્ન સે લાગી ઐસી લગન એક રાજકુવરી બની જોગન'માં મીરાનો રોલ કરનારી આશિકા ભાટિયા હાલ ઘણી મોટી થઈ ગઈ છે. ઉંમરની સાથે સાથે તે વધુ ગ્લેમરસ પણ લાગવા લાગી છે. જોકે સૂરજ બરજાત્યા નિર્દેશિત 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાનની નાની બહેન રાજ કુમારી રાધિકાનો રોલ કરી તે જાણીતી બની હતી. હાલ આશિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના અંગત ફોટોઝ પણ પોસ્ટ કરતી રહે છે.

 

જોવા મળી રહી છે 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં

હાલ આશિકા ટીવી શો 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી'માં જોવા મળી રહી છે. જેમાં તે દેવની નાની બહેન નિક્કી દીક્ષિતનો રોલ કરી રહી છે. આ સિવાય તે શો 'એક શ્રીંગાર-સ્વાભિમાન'માં જોવા મળી રહી છે. જેમાં તે ખ્યાતિ વિશાલસિંહ રાઠૌરસિંહ ચૌહાણ-કરણની બહેનનો રોલ કરી રહી છે.

 

સુરતમાં જન્મી છે આશિકા

આશિકાનો જન્મ 15 ડિસેમ્બર, 1995ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો. તેણીએ એક્ટિંગ કરિયરની શરૂઆત નવ વર્ષની ઉંમરે કરી હતી. 'મીરા' (2009-10) તેનો પહેલો ટીવી શો હતો, જેમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. 2013માં તે ક્રાઇમ સીરિઝ 'ગુમરાહ'માં નજરે પડી હતી. છેલ્લે તે 'પરવરિશ: કુછ ખટ્ટી-કુછ મીઠી' (2011-14)માં જોવા મળી હતી.
                                                                                                      

આગળની સ્લાઈડ્સમાં જુઓ આશિકા ભાટિયાના વધુ ફોટોઝ

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman sister from prem ratan dhan payo has grown up like a diva now
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended