Home »TV »Latest Masala» Paridhi Sharma Aka Jodha Recently Visited Temple With Family

મા બન્યા બાદ 'જોધા' આટલી થઈ જાડી, લાગે છે કંઈક આવી

divyabhaskar.com | Aug 11, 2017, 15:11 PM IST

મુંબઈઃજાણીતા ટીવી શો 'જોધા અકબર'(2013-15)માં જોધાનું પાત્ર ભજવીને જાણીતી બનેલી પરિધી શર્મા રિયલ લાઈફમાં માતા બની ચૂકી છે. પરિધીએ નવેમ્બર મહિનામાં પુત્ર રેધાનને જન્મ આપ્યો હતો. હાલમાં સોશ્યિલ મીડિયામાં પરિધી શર્મા ઉજ્જૈનના મહાકાલ મંદિરના દર્શન કરતી હોય તે તસવીર વાયરલ બની ગઈ છે. પરિધી શર્માના હાથમાં કઝિનની દોઢ વર્ષની બેબી હતી.

સપ્ટેમ્બરમાં જોવા મળી હતી બેબી બમ્પ સાથેઃ
પરિધી શર્મા સપ્ટેમ્બરમાં ફેમિલી વેડિંગમાં જોવા મળી હતી. અહીંયા તે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર થઈ હતી. હાલમાં પરિધી પરિવાર સાથે ઈન્દોરમાં રહે છે અને પરિવાર તેની પૂરતી કૅર કરી રહ્યો છે. જોકે, પરિધીએ હજી સુધી પોતે પ્રેગ્નન્ટ હોવાની વાત જાહેર કરી નથી. 

અમદાવાદી સાથે કર્યાં છે લગ્નઃ
ઈન્દોરમાં જન્મેલી અને મોટી થયેલી પરિધીએ 2011માં અમદાવાદ સ્થિત બિઝનેસમેન તન્મય સક્સેના સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં માત્ર પરિવારજનો જ હાજર રહ્યાં હતાં.

'જોધા અકબર' હતો ત્રીજો શોઃ
'જોધા અકબર' પહેલાં પરિધીએ 2009માં 'તેરે મેરે સપને'માં મીરા-રાનીનો રોલ પ્લે કર્યો હતો. 2011માં 'રૂક જાના નહીં'માં સાંચી(પૂજા શર્મા)ની ફ્રેન્ડ મહેકનો રોલ કર્યો હતો. 

'જોધા અકબર' બાદ સ્મોલ સ્ક્રિનથી રહી દૂરઃ
ટીવી સીરિયલ 'જોધા અકબર' પૂરી થયા બાદ પરિધી શર્મા ડેઈલી શોપમાં જોવા મળી નથી. છેલ્લે 2016 માર્ચ મહિનામાં કરણ કુંદ્રાના શો 'યે કહાં આ ગયે હમ'માં કેમિયો કરતી જોવા મળી હતી. આ સિવાય વિકાસ ગુપ્તાનો શો 'તલાશ' હોસ્ટ કર્યો હતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પરિધી શર્માની ખાસ તસવીરો......)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: paridhi sharma aka jodha recently visited temple with family
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended