Home »TV »Latest Masala» Shital Antani Is A Gujarati And From Porbandar

મળો આ છે પત્રકાર પોપટલાલના 'સાસુ', લાગે છે એકદમ Gorgeous ને Glamorous

divyabhaskar.com | Jun 19, 2017, 00:07 AM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ફરી પત્રકાર પોપટલાલના લગ્નનો ટ્રેક શરૂ થઈ ગયો છે. આ વખતે પણ પોપટલાલ લગ્ન વગરના રહી જશે કે લગ્ન થશે, તે તો ખ્યાલ નથી પરંતુ પોપટલાલ હાલમાં તો લગ્નને લઈ ભારે ઉતાવળા થઈ રહ્યાં છે. સીરિયલમાં પોપટલાલના સાસુનો રોલ ગુજરાતી શીતલ અંતાણી પ્લે કરે છે. 

કોણ છે શીતલ અંતાણીઃ
શીતલ અંતાણી મૂળ ગુજરાતના જૂનાગઢની વતની છે. પિતા એસટીમાં કામ કરતાં હતાં. જોકે, 1997માં તેના પિતા નિવૃત્ત થયા બાદ તેઓ જૂનાગઢ વસ્યા છે. પિતાનાં મૃત્યુ બાદ તેની માતા હાલ જૂનાગઢમાં રહે છે. તો મોટી બહેન પણ જૂનાગઢમાં છે. ધો. 7 થી 12 જૂનાગઢની કનેરીયા ગર્લ્સ હાઇસ્કૂલ અને બાદમાં ઘોડાસરા કોલેજમાં ભણેલી શીતલે કહ્યું હતું કે તે બેઝીકલી સીંગર છે અને વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા એક આલ્બમમાં કંઠ આપ્યો હતો.

મૂળ કચ્છીઃ
શીતલ અંતાણીનાં દાદા મચ્છાશંકર સુંદરલાલ અંતાણી કચ્છમાં ભૂજ, માંડવી તથા મુંદ્રા નગરપાલિકામાં સીટી ઈજનેરની ફરજ બજાવતા હતાં. મુંબઈ અલગ થતાં તેઓ કચ્છ છોડીને પોરબંદર આવી ગયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કઈ કઈ સીરિયલ્સમાં શીતલ અંતાણીએ કર્યું છે કામ....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shital antani is a gujarati and from Porbandar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended