Home »TV »Latest Masala» Mitali Nag Comeback With Show Iss Pyar Ko Kya Naam Du

33ની ઉંમરમાં બનશે 32 વર્ષના આ TV એક્ટરની મોમ, 'અફસર બિટીયા'એ કર્યું કમબૅક

divyabhaskar.com | May 14, 2017, 11:59 AM IST

મુંબઈઃ 2011માં આવેલી ટીવી સીરિયલ 'અફસર બિટિયા'માં લીડ રોલ કરી ચૂકેલી મિતાલી નાગ ટીવી પર કમબેક કરી રહી છે. 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ'ની ત્રીજી સીરિઝમાં એક્ટર વરૂણ સોબ્તાની મોમના રોલમા જોવા મળશે. મિતાલીની ઉંમર 33 ને વરૂણની ઉંમર 32 વર્ષની છે.

મિતાલીએ શૅર કર્યું પેપરનું કટિંગઃ
- એક અંગ્રેજી અખબારે મિતાલીએ કમબેક અંગે કહ્યું હતું કે 'MITALI NAG RETURNS TO MATERNITY BREAK' (મિતાલી નાગ મેટરનિટી બ્રેકથી પરત)
- મિતાલીએ કટિંગની સાથે અખબારનું નામ મેન્શન કરીને લખ્યું હતું કે રૂદ્રાંશના જન્મ બાદ પેપરમાં તેના નવા શોની જાહેરાત કરવામાં આવી છે.
- મિતાલીએ આ વર્ષે જાન્યુઆરીમાં રૂદ્રાંશને જન્મ આપ્યો હતો. 

2014મા કર્યા હતાં લગ્નઃ
divyabhaskar.com સાથેની વાતચીતમાં મિતાલીએ તેની અને સંકલ્પ પરદેસી સાથેની લવસ્ટોરી શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે તે બીપીઓમાં કામ કરતી હતી. અહીંયા જ તેની મુલાકાત સંકલ્પ સાથે થઈ હતી. જોકે, તેમણે એકબીજા સાથે વાતચીત કરી નહોતી. પછી મિતાલીએ એક્ટિંગ માટે જોબ છોડી દીધી હતી. 'અફસર બિટિયા'ના શૂટિંગ સમયે તેના એક ફ્રેન્ડે સંકલ્પ સાથે તેને ઈન્ટ્રોડ્યૂઝ કરાવી હતી. બંનેએ એકબીજાનો નંબર શૅર કર્યો અને વાત કરવા લાગ્યા હતાં. દોઢ વર્ષના પરિચય બાદ બંનેએ 2014માં લગ્ન કર્યાં હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, મિતાલી નાગને ડાર્ક સ્કિનને કારણે નહોતું મળતુ કામ...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mitali nag comeback with show iss pyar ko kya naam du
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended