Home »TV »Latest Masala» After Mouni Roy And Other Actresses Devoleena Bhattacharjee Gets A Plastic Surgery

'મોદી પરિવારની'ની 'ગોપી બહુ'એ કરાવી સર્જરી, હોઠને બનાવ્યા એકદમ ભરાવદાર

divyabhaskar.com | Apr 20, 2017, 15:11 PM IST

મુંબઈઃ 'સાથ નિભાના સાથિયા'ના મોદી પરિવારની ગોપીબહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીએ પણ અન્ય એક્ટ્રેસિસની જેમ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગોપી બહુએ લિપ સર્જરી કરાવીને હોઠને ભરાવદાર બનાવ્યા છે. 

સેટ પર થઈ બધાને જાણઃ
એક જાણીતી વેબસાઈટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, મંગળવાર(18 એપ્રિલ)ના રોજ દેવોલિના જ્યારે 'સાથ નિભાના સાથિયા'ના સેટ પર આવી તો સ્ટાર-કાસ્ટ તથા ક્રૂ એકદમ જ નવાઈમાં પડી ગયા હતાં. તમામને એ વાતનો ખ્યાલ આવી ગયો કે દેવોલિનાએ કંઈક કરાવ્યું છે. દેવોલિનાએ પહેલાં તો ચહેરો સંતાવી દીધો હતો.

બે દિવસની રજાઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેવોલિનાએ આ વીક-એન્ડ પર લિપ સર્જરી કરાવી હતી. ડોક્ટર્સે દેવોલિનાને ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, દેવોલિના બે દિવસથી વધુ રજા લઈ શકી નહીં.

આ સેલેબ્સ પણ કરાવી છે સર્જરીઃ
મૌની રોય, આશ્કા ગરોડિયા, સારા ખાન, રાખી સાવંત જેવા સેલેબ્સે પણ સર્જરી કરાવીને પોતાની સુંદરતામાં વધારો કર્યો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દેવોલિનાની ખાસ તસવીરો.....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: after mouni roy and other actresses devoleena bhattacharjee gets a plastic surgery
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended