Home »TV »Latest Masala» Show Makers Already Seen Dayabhabhis Mother In TMKOC

આ છે દયાભાભીની માતા, તમે જોઈ છે પણ નહીં હોય યાદ, આ રહી સાચી હકીકત

divyabhaskar.com | Mar 17, 2017, 00:04 AM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં દયાભાભીની માતાને લઈને સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. એકાદવાર શો-મેકર્સે દયાભાભીની માતા બતાવવામાં આવશે, તેમ પણ કહ્યું હતું પરંતુ ત્યારે સુંદરવીરા એટલે કે મયુર વાકાણી જ માના રોલમાં આવીને દર્શકોને બનાવી ગયો હતો. જોકે, શો-મેકર્સ આ વાત ભૂલી ગયા છે કે તેમણે 'તારક મહેતા'ના શરૂઆતના એક એપિસોડમાં દયાભાભીની માતા બતાવી દીધી હતી.

જીપીએલ ટૂર્નામેન્ટ વખતે આવી હતી દયાની માતાઃ
'તારક મહેતા કા ઉલ્ટ ચશ્મા'માં જ્યારે જીપીએલ(ગોકુલધામ પ્રીમિયર લીગ)ની જાહેરાત કરવામાં આવી હતી અને બે ટીમ બનાવવામાં આવી હતી. એક ટીમમાં દયાભાભી કેપ્ટન હતાં, તો બીજી ટીમમાં જેઠાલાલ કેપ્ટન હતાં. દયાની ટીમમાં સુંદરવીરા તથા ટપુ હતો. દયાભાભીના પિયરમાં આ વાત પહોંચી ગઈ હતી, તેમની દીકરી કેપ્ટન બનીને ક્રિકેટ મેચ રમવાની છે. ત્યારે દયાભાભીના પિયર(અમદાવાદની પોળ)થી ફોન આવે છે. પોળમાં રહેતા તમામ સભ્યો દયાભાભી સાથે વાત કરે છે. અંતે, દયાભાભીની માતા તેમની દીકરી સાથે વાત કરે છે અને કહે છે, ''તને મારા આશીર્વાદ છે...'' 'તારક મહેતા..'ના 394માં એપિસોડમાં દયાભાભીની માતા બતાવવામાં આવી હતી.

સીનમાં હતાં સ્થાનિક લોકોઃ
અમદાવાદની પોળના આ સીનમાં અહીંયાના સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ સીન બાદ ક્યારેય સીરિયલમાં દયાની માતા બતાવવામાં આવી નથી અને દર વખતે દયાની માતાને લઈને સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. જોકે, મેકર્સ આ એપિસોડ જ સાવ ભૂલી ગયા હોય એમ લાગે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કેવી લાગે છે દયાભાભીની માતા અને વાંચો, 'તારક મહેતા..' સીરિયલમાં રહેલી આવી જ કેટલીક ભૂલો અંગે....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: show makers already seen dayabhabhis mother in TMKOC
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended