Home »TV »Latest Masala» Sunil Grover And Chandan Prabhakar Denied Shooting With Kapil Sharma

સેટ પર કપિલ શર્મા ધ્રૂસકે ધ્રૂસે રડી પડ્યો, સુનીલ ગ્રોવરે આપ્યો જડબાતોડ જવાબ

Nishat Shamsi | Mar 21, 2017, 10:43 AM IST

  • દારૂના નશામાં કપિલ શર્માએ વિમાનમાં સુનીલ ગ્રોવર તથા ચંદન સાથે ખરાબ વર્તન કર્યું હતું
મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવરનો ઝઘડો શાંત થવાનું નામ લેતો નથી. 20 માર્ચ(સોમવાર)ના રોજ 'ધ કપિલ શર્મા શો'ની ટીમ ફિલ્મ 'નામ શબાના'ની ટીમ સાથે શૂટિંગ કરવાની હતી. જોકે, સુનીલ ગ્રોવર અને ચંદન પ્રભાકરે કપિલ શર્મા સાથે શૂટિંગ કરવાની સ્પષ્ટ ના પાડી હતી. ખૂબ મનાવવા છતાં પણ બન્ને માન્યા નહીં તો એપિસોડનું શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. સૂત્રોના મતે, આ સમયે કપિલ શર્મા ઘણો જ દુઃખી થઈ ગયો હતો અને તે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેઈ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પડ્યો હતો.  divyabhaskar.com સાથે સુનીલ ગ્રોવરે ફોન પર વાત કરી હતી અને શો છોડવો કે નહીં તે અંગે તે પોતે નિર્ણય કરશે તેમ કહ્યું હતું.
 
મારું પણ માન છેઃ
 
સુનીલ ગ્રોવરે divyabhaskar.com સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું, ''મારું પણ માન છે, હું કંઈ છુપાવતો નથી. કોઈ કંઈ પણ ગમે ત્યારે બોલી શકે નહીં. તમે 350 માણસોની વચ્ચે અપમાનિત કરો અને પછી અચાનક માફી માંગો તે કંઈ વાત નથી. હું નશામાં નહોતો. હું નક્કી કરીશ કે મારે શું કરવું અને શું નહીં. જેણે મારા ઘરે આવવું હોય તે આવી શકે છે.''
 
સુનીલ ગ્રોવરે આમ આપ્યો જવાબઃ
 
સુનીલ ગ્રોવરે ટ્વિટર પર કપિલ શર્માને ટેગ કરીને મેસેજ કર્યો છે, ''ભાજી!! હા, તમે તમને ઘણો જ દુઃખી કર્યો છે. તમારી સાથે કામ કરવાની સાથે ઘણું જ શીખવા મળ્યું છે. માત્ર એક જ સલાહ છે કે માત્ર પ્રાણીઓ જ નહીં પરંતુ માણસોને પણ માન આપવું જોઈએ. બધા જ વ્યક્તિ તમારા જેટલા સફળ નથી હોતાં. બધા જ તમારી જેટલા ટેલેન્ટેડ હતા નથી. જો બધા જ તમારા જેટલાં ટેલેન્ટેડ હોય તો તમારી કિંમત શું રહેશે. તેથી જ તેમના પર થોડી કૃતજ્ઞતા રાખવી જરૂરી છે અને જો કોઈ વ્યક્તિ તારી ભૂલને સાચી કરવાનો પ્રયાસ કરે તો તેની સાથે ગાળા-ગાળી કરવાની જરૂર નથી. કોઈ મહિલાની સામે અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તે મહિલાને તમારા સ્ટારડમ સાથે કોઈ જ લેવા દેવા નથી. માત્ર સંયોગને કારણે તેમને તમારી સાથે ટ્રાવેલ કરવાની તક મળી હતી. તમારો આભાર કે મને એ ભાન કરાવ્યું કે એ તમારો શો હતો અને તમારી પાસે સત્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે બહાર હાંકી કાઢી શકો છો. તમે ઘણાં જ રમૂજી છો અને તમારા ફિલ્ડમાં બેસ્ટ કરો છો પરંતુ ક્યારેય 'ભગવાન'ની જેમ વર્તન કરવું નહીં. તમારી જાતની સારી સંભાળ કરો અને તમને હજી પ્રસિદ્ધિ તથા સફળતા મળે તેવી શુભેચ્છા...''
 
કપિલે ટ્વિટ કરી માંગી સુનીલની માફીઃ

જ્યારે સુનીલ અને ચંદન શૂટિંગ માટે સેટ પર ના પહોંચ્યા તો કપિલે ટ્વિટ કરીને સુનીલની માફી માંગી હતી. કપિલે ટ્વિટમાં લખ્યું કે,'પાજી સુનીલ ગ્રોવર સોરી, જો મેં તને અજાણતામાં દુઃખ પહોંચાડ્યું હોય તો. તું સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરૂં છું. હું પણ અપસેટ છું. પ્રેમ અને શુભકામનાઓ હંમેશા.' 
 
કપિલ સાથે વાત કરવા પણ તૈયાર નથી સુનીલ-ચંદનઃ

સેટ પર હાજર રહેલા સૂત્રોના મતે કપિલે સુનીલ અને ચંદનને અનેકવાર ફોન કર્યો પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહતો. સોની ટીવી તરફથી સિદ્ધુને કપિલ- સુનીલ અને ચંદન વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચંદન અને સુનીલે સિદ્ધુ સાથે ફોન પર વાત કરી અને કપિલ સાથે શૂટિંગ કરવાનો ઇન્કાર કર્યો હતો. સિદ્ધુએ નાની મિટીંગ ગોઠવવાનું આયોજન કર્યું હતું. પરંતુ સુનીલે આ મિટિંગમાં આવવાની ના પાડી દીધી હતી. સુનીલે સિદ્ધુને કહ્યું,"પાજી, દિલ્હી આવીને તમને પર્સનલી મળીશ."

ચંદને કહ્યું, 'નોકર છું, પોતાની ઔકાત સમજી ગયો'

કપિલ તરફથી શોના ક્રિએટિવ હેડ પ્રિતી સિમોસે ચંદન પ્રભાકરને ફોન કર્યો પરંતુ તેણે એવું કહીને ફોન કાપી નાખ્યો કે,"નોકર છું, પોતાની ઔકાત સમજી ગયો છું. કપિલે મારા માટે ખૂબ કર્યું છે પરંતુ કારણ થપ્પડ ખાઈને અહેસાન ચૂકવવું નથી."

ડો. સાંકેત ભોસલે આવશે ચંદન કે સુનીલના સ્થાને?
 ચર્ચા એવી છે કે સુનીલ ગ્રોવર અથવા ચંદન પ્રભાકર આ શો છોડી દેશો તો ડો. સાંકેત ભોસલેને તેમના સ્થાને રિપ્લેસ કરવામાં આવશે. સાંકેત શોમાં સંજય દત્તની મિમિક્રી કરતો જોવા મળે છે. બે-ત્રણ દિવસમાં સાંકેત સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવશે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ઝઘડાની વાત દબાવવા માટે કપિલ શર્માએ જાહેર કરી લગ્નની વાત...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunil grover and chandan prabhakar denied shooting with kapil sharma
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended