Home »TV »Latest Masala» Kapil Sharma And Sunil Grover Fight In Flight

કપિલ શર્માની ટીમમાં થયો બળવો, ખાસ મિત્રએ પણ મદદ કરવાની પાડી ના

divyabhaskar.com | Mar 20, 2017, 11:55 AM IST

મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે દારૂ પીને મારઝૂડ કરી હતી અને તેને લઈને ખાસ્સો વિવાદ થઈ રહ્યો છે. કપિલ શર્માની મુસીબતો બંધ થવાનું નામ લેતી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપિલ શર્માની ટીમના અનેક સાથી કલાકારો તથા ટીમના લોકોએ તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.

શૂટ પર જોવા મળી અસરઃ
કપિલ શર્મા સાથે ટીમ સીધી રીતે વાત પણ કરતી નથી. જેની સીધી અસર 'ધ કપિલ શર્મા શો'ના શૂટિંગમાં જોવા મળી છે. આટલું જ નહીં કપિલ શર્માના નિકટના સાથી નવજોત સિદ્ધુએ પણ આ અંગે વધુ મદદ ના કરી અને માફી માંગવાની સલાહ આપી દીધી છે. સિદ્ધુ ઈચ્છે છે કે કપિલ શર્મા આખા ક્રૂની સામે સુનીલ ગ્રોવર તથા ચંદન પ્રભાકરની માફી માંગે. 

ચેનલ પણ પરેશાનઃ
કપિલ તથા સુનીલી ગ્રોવરના વિવાદને કારણે ચેનલ પણ મુશ્કેલીમાં છે. ચેનલ કોઈ કાળે નથી ઈચ્છતી કે સુનીલ ગ્રોવર આ શો છોડીને જતો રહે. આવામાં ચેનલ પણ ઈચ્છે છે કે કપિલ શર્મા માફી માંગી લે.

કપિલ શર્માએ આપી સ્પષ્ટતાઃ
કપિલ શર્માએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી. તેણે કહ્યું હતું, ''હાઈ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ... હું મારા જીવનનો સારો તબક્કો સેલિબ્રેટ કરી રહ્યો હતો અને અચાનક જ સુનીલપાજી સાથેના મારા ઝઘડાનાં સમાચાર સાંભળ્યાં. સૌથી પહેલાં તો આ ન્યૂઝ આવ્યા ક્યાંથી...આ ન્યૂઝ બહાર લાવવા પાછળનો હેતુ શું છે..જો મેં ફ્લાઈટમાં ઝઘડો કર્યો હોય તો કોઈકે જોયું હશે અને કોઈને વાત કરી હશે. પરંતુ શું તેની પર વિશ્વાસ મૂકી શકાય...?કેટલાંક લોકોને આવું ગમે છે. અમે સાથે જમ્યા...સાથે ટ્રાવેલ કરીએ છીએ...હું વર્ષે એકવાર મારા ભાઈને મળું છું. આખો દિવસ મારી ટીમ સાથે પસાર કરું છું..ખાસ કરીને સુનીલ સાથે..હું તેને પ્રેમ કરું છું. માન આપું છું. હા હું તેની સાથે ચર્ચા કરું છું પરંતુ શું અમે નોર્મલ લોકો નથી..? પાંચ વર્ષમાં મેં પહેલી જ વાર સુનીલ પર બૂમો પાડી હતી...આટલું તો ચાલે ભાઈ...અમે સાથે બેસીને પ્રોબ્લેમ શું છે, તેની ચર્ચા કરી લઈ શું. એક આર્ટીસ્ટ તથા એક માણસ તરીકે હું તેને પ્રેમ કરું છું. તે મારા મોટાભાઈ સમાન છે. દરેક વખતે આટલી નકારાત્મકતા કેમ....હું આપણાં મીડિયાને માન આપું છું. બીજા ઘણાં ગંભીર મુદ્દા છે, જેના પર ધ્યાન આપવાની વધુ જરૂર છે. મારો અને સુનીલનો પ્રશ્ન એટલો મહત્વનો છે અને તેને દેશની સુરક્ષા સાથે જોડવામાં આવી રહ્યો છે. પરિવાર કરતાં અમે એકબીજા સાથે વધુ સમય પસાર કરીએ છીએ. ઘણીવાર પરિવારમાં પણ આવા પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. આ પારિવારિક પ્રશ્ન છે. અમે તેને ઉકેલી લઈશું. વધુ મજા ના લેશો આનો...હવે હું થાકી ગયો છું ટાઈપ કરીને..વધુ એકવાત 'ફિરંગી'નું લાસ્ટ શિડ્યૂઅલ શરૂ થશે.હાહાહાહાહા..સોરી ફરીવાર પ્રમોશન કર્યું. આભાર તમારા પ્રેમ તથા આશીર્વાદનો...હસતા રહો અને હંમેશા ખુશ રહો...love u all''

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે શું બન્યું હતું....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kapil sharma and sunil grover fight in flight
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended