Home »TV »Latest Masala» Kapil Sharma Ex Girlfriend Preeti Simoes Posted Pics With Kapil

કપિલ શર્માની આ વાતથી ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠી Ex-GF!, શૅર કરી આ તસવીરો

divyabhaskar.com | Mar 20, 2017, 00:05 AM IST

મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્માએ સોશ્યિલ મીડિયામાં ગિન્ની પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો અને ગિન્ની સાથેની તસવીર શૅર કરી હતી. જોકે, અત્યાર સુધી કપિલ શર્માનું નામ તેના શોની ક્રિએટિવ ડિરેક્ટર પ્રિતી સિમોસ સાથે જોડવામાં આવ્યું છે. કપિલ શર્માએ ગિન્ની સાથેની તસવીર શૅર કરતાં જ પ્રીતિએ પણ કપિલ શર્મા સાથેની તસવીરો શૅર કરી દીધી હતી.

કપિલ શર્માની મોમને નથી પસંદ પ્રીતિઃ
પ્રીતિ તથા કપિલ શર્માની મુલાકાત 'કોમેડી સર્કસ' દરમિયાન થઈ હતી. કપિલ અને પ્રીતિ વચ્ચે સંબંધો હતાં. જોકે, કપિલ શર્માની મોમને પ્રીતિ બિલકુલ પસંદ નહોતી. તેમને પ્રીતિની મોડર્ન લાઈફ સ્ટાઈલ સામે વાંધો હતો. 

પહેલેથી જ પસંદ હતી ગિન્નીઃ
ગિન્ની તથા કપિલ શર્મા એકબીજાને 10 વર્ષથી ઓળખે છે. બંનેની મુલાકાત કોલેજમાં થઈ હતી અને ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા છે. કપિલની મોમ જનકરાનીને ગિન્ની પુત્રવધૂ તરીકે પસંદ હતી અને તે કપિલને સતત ગિન્નીને હા પાડવા માટે કહી રહ્યાં હતાં પરંતુ કપિલ શર્મા દર વખતે બહાનું કાઢીને વાત ટાળી દેતો હતો. અંતે કપિલ શર્માએ મોમની પસંદને અપનાવી લીધી છે.

પ્રીતિએ પોસ્ટ કરી તસવીરોઃ
કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથેની તસવીર શૅર કર્યાંની થોડી મિનિટ બાદ જ પ્રીતિ સિમોસે કપિલ શર્મા સાથેની તસવીરો પોસ્ટ કરીને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. હવે, પ્રીતિએ કપિલને સાચે જ શુભેચ્છા પાઠવી કે પછી સંબંધો તૂટ્યાંનું દુઃખ વ્યક્ત કર્યું એ તો માત્ર પ્રીતિને જ ખબર...

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રીતિ તથા કપિલ શર્માની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kapil sharma ex girlfriend preeti simoes posted pics with kapil
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended