Home »TV »Latest Masala» Sriman Srimati To Shaktiman, These Are Famous Serials 90s

TVની આ સીરિયલ્સને ચાહકો આજેય નહીં ભૂલ્યા હોય તે નક્કી, ખોવાઈ જશો મીઠી યાદમાં

divyabhaskar.com | May 19, 2017, 00:06 AM IST

મુંબઈઃ ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ રીમા લાગુનું 59 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે 18મેના રોજ અવસાન થયું હતું. રીમા લાગુ 'શ્રીમાન-શ્રીમતી' જેવી સીરિયલથી લોકપ્રિય થયા હતાં. જોકે, 90ના દાયકાની એવી ઘણી ટીવી સીરિયલ્સ છે, જે દર્શકોને આજે પણ યાદ છે.

આવતી ઘણી  ઓછી સીરિયલઃ
90ના દાયકામાં ટીવી પર ગણીગાંઠી જ સીરિયલ્સ આવતી હતી. 'દેખ ભાઈ દેખ'થી લઈને 'શક્તિમાન' અને હોરર સીરિયલ 'આહટ' પરિવારની સાથે બેસીને જોવામાં આવતી હતી. આજે તો ટીવી પર માત્ર સાસ-બહુની સીરિયલ્સ જ જોવા મળે છે. અલબત્ત, 90ના દાયકાની સીરિયલ્સમાં અલગ વિષયવસ્તુ રહેતી અને આ સીરિયલ્સ પૂરી પણ થતી હતી. 

90ના દાયકાના કેટલાંક પાત્રો આજે પણ ચાહકોને યાદ રહી ગયા છે. આ સીરિયલ્સ જોઈને આપણે મોટા થયા છે અને અત્યારની પેઢીએ આ સીરિયલ્સના નામ ક્યાંકને ક્યાંક તો સાંભળ્યા જ હશે.
 
શ્રીમાન-શ્રીમતી(1994)
ચેનલઃ દૂરદર્શન
સ્ટાર-કાસ્ટઃ રીમા લાગૂ, જતીન કણકિયા, અર્ચના પૂરણ સિંહ, રાકેશ બેદી

કોમેડી સીરિયલ 'શ્રીમાન શ્રીમતી'માં પડોશીની પત્ની પ્રત્યે કૂણી લાગણી હોવાનું બતાવવામાં આવ્યું છે અને તેમાં રમૂજ થાય છે. દિલરૂબા તરીકે લોકપ્રિય બનેલા રાકેશ બેદીને આજે પણ લોકો આ જ નામથી યાદ રાખે છે. આ સીરિયલમાં અર્ચના પૂરણસિંહ, રીમા લાગુ, સ્વ. જતીન કણકિયા તથા રાકેશ બેદી મુખ્ય ભૂમિકામાં હતાં. આ સીરિયલના 143 એપિસોડ પ્રસારિત થયા હતાં.
 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 90ના દાયકાની સુપરહિટ સીરિયલ્સ અને ખોવાઈ જાવ મીઠી યાદોમાં...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sriman srimati to shaktiman, these are famous serials 90s
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended