Home » TV » Latest Masala» Bigg Boss 11 Zubair Khan said, I have never interacted with Salman Khan

ઝુબૈરે કહ્યું તે વિવેક નથી કે સલમાનની માફી માંગશે, આત્મહત્યાનો કર્યો'તો પ્રયાસ

Kiran Jain | Last Modified - Oct 09, 2017, 02:51 PM IST

તાજેતરમાં જ divyabhaskar.comએ ઝુબૈર ખાન સાથે વાત કરી હતી.
  • ઝુબૈરે કહ્યું તે વિવેક નથી કે સલમાનની માફી માંગશે, આત્મહત્યાનો કર્યો'તો પ્રયાસ
    ઝુબૈરે કહ્યું તે વિવેક નથી કે સલમાનની માફી માંગશે, આત્મહત્યાનો કર્યો'તો પ્રયાસ
    મુંબઈઃ 'બિગ બોસ'ના ઘરમાંથી ઝુબૈર ખાન આઉટ થઈ ગયો છે. ઘરમાંથી બહાર નીકળ્યા બાદ ઝુબૈર ખાને શોના હોસ્ટ સલમાન ખાન પર કેસ કર્યો છે. તાજેતરમાં જ divyabhaskar.comએ ઝુબૈર ખાન સાથે વાત કરી હતી. ઝુબૈરે કહ્યું હતું કે તેના સંબંધો અન્ડરવર્લ્ડ સાથે નથી.

    પહેલેથી જ કહી હતી સાચી વાતઃ
    ઝુબૈર ખાને કહ્યું હતું કે તે હસિના પારકરનો જમાઈ નથી. તેની સાસુનું નામ નૂર જહાં છે અને ઉરાનના છે. તેનું અથવા તેના સાસરિયાનું ક્યારેય અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન રહ્યું નથી. કલર્સ ચેનલે તેની ઈમેજ ખબાર કરી છે. ટીઆરપી માટે તેને દાઉદના સંબંધી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. તેને આ વાતની જાણ સુદ્ધા નહોતી. દાઉદ કે તેના પરિવાર સાથે તેના કોઈ જ સંબંધો નથી.

    ચેનલે કહી હતી આ વાતઃ
    શોમાં ભાગ લેતા પહેલાં ચેનલે કહ્યું હતું કે તે ગંદી ગાળો અથવા તો ખરાબ લેંગ્વેજમાં વાત કરશે તો ઘરમાં વિવાદ થશે. જ્યારે આ વિચાર સાથે તેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે એમ કહ્યું હતું કે તે ઘરમાં ખોટું થતાં જોઈ શકશે નહીં અને ખોટું થશે તો તે તરત જ પોતાનો અવાજ ઉઠાવશે. તેણે ઘરમાં આમ જ કર્યું હતું. વિકાસ ગુપ્તાને ઘરના સભ્યો ગે કહીને હેરાન કરતાં હતાં. આટલું જ નહીં અન્ય ધર્મની મજાક ઉડાવવામાં આવતી હતી. આથી જ તેણે અવાજ ઉઠાવ્યો પરંતુ સલમાનને તે વાત ગમી નહીં. સલમાને નેશનલ ટીવીમાં તેને ધમકી આપી હતી.

    (વાંચો, ઝુબૈરે કહ્યું તે વિવેક ઓબેરોય કે અરિજીત નથી કે માફી માંગી લેશે....)
No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bigg Boss 11 Zubair Khan said, I have never interacted with Salman Khan
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top