Home »TV »Latest Masala» Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!

Bigg Boss : ‘ભાભીજી’ને થયો આ પ્રોડ્યૂસર સાથે પ્રેમ, ડિસેમ્બરમાં કરશે લગ્ન

divyabhaskar.com | Nov 15, 2017, 19:32 PM IST

  • શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તા

મુંબઈ : ‘ભાભીજી’ ઘર પર હૈ માં અંગૂરી ભાભીનો રોલ કરીને ફેમસ થયેલી શિલ્પા શિંદે અને પ્રોડ્યૂસર વિકાસ ગુપ્તા જ્યારેથી ‘બિગ બોસ’ના ઘરમાં એન્ટર થયો છે, પોતાની ફાઈટને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પહેલા દિવસે જ બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા અને વિકાસ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. આ દાવો સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ ગહના વશિષ્ઠે કર્યો છે. શું છે ગહનાનું પૂરું સ્ટેટમેન્ટ...

-એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે ગહનાનું કહેવું છે કે તેને કલર્સ ચેનલ સાથે જોડાયેલા નજીકના સૂત્રોએ શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તાના લગ્ન વિશે કહ્યું હતુ.

-ગહનાએ કહ્યું કે શિલ્પા અને વિકાસ એક બીજાને પ્રેમ કરવા લાગ્યા છે અને ડિસેમ્બરમાં બન્નેના લગ્ન થશે.

શિલ્પા-વિકાસની વચ્ચે રહ્યાં છે સેક્સ્યુઅલ રિલેશન

-એક અન્ય રિપોર્ટમાં ગહનાએ કહ્યું કે ‘ભાભીજી...’ દરમિયાન શિલ્પા અને વિકાસ સિક્રેટલી રિલેશનશિપમાં હતા. બન્ને એક બીજાના એટલા ક્લોઝ હતા કે તેમની વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન પણ રહ્યું હતુ. પંરતુ વિકાસને શિલ્પા કરતા પોતાના કામ સાથે વધુ પ્રેમ હતો. આ કારણે શિલ્પાએ તેને છોડી દીધો હતો.

-ગહનાએ દાવો કર્યો છે કે વિકાસ & tv નો હેડ બની આવ્યો હતો તો શિલ્પાને થયું કે તે તેનો સાથ આપશે અને શોમાંથી તેને નહીં કાઢે, પરંતુ એવું નહોતું બન્યું. વિકાસ ગુપ્તાએ શિલ્પા શિંદેનો સાથ નહોતો આપ્યો. ત્યારથી શિલ્પા શિન્દે અને વિકાસ ગુપ્તાની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

-ગહનાનો દાવો કર્યો છે કે વિકાસ અને શિલ્પાના ફિઝિકલ રિલેશન વિશે પ્રોડક્શન હાઉસ એન્ડ મોલ (જે બિગ બોસને પ્રોડ્યૂસ કરી રહ્યું છે) બધુ જાણતા હતા. આ કારણે બન્નેને શોમાં લાવવામાં આવ્યા છે તેવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દુશ્મની મિત્રતામાં બદલી રહી છે, વાંચો આગળની સ્લાઈડ્સમાં...

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bigg Boss 11: Shilpa Shinde And Vikas Gupta To Get Married In December!
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended