Home »TV »Latest Masala» Bigg Boss 11 Hina Khan And Priyank Sharma Close In House

અક્ષરાએ પોતાના નવા કથિત પ્રેમી માટે કર્યું આમ, કહ્યું નથી કોઈની પરવા

divyabhaskar.com | Oct 08, 2017, 16:05 PM IST

મુંબઈઃ 'બિગ બોસ'માં વિકેન્ડ કા વારમાં સલમાન ખાનને તમામ સ્પર્ધકોને ધમકાવી નાખ્યા હતાં. સલમાન ખાને પ્રિયંક શર્માને ઘરની બહાર કરી દીધો છે. 

આ કારણે થશે ઘરની બહારઃ
પ્રિયંક શર્માએ ઘરની અંદર સ્પર્ધક આકાશને ધક્કો માર્યો હતો. જેને કારણે સલમાને પ્રિયંકને ઘરની બહાર કરવાનો નિર્ણય લીધો છે. 'બિગ બોસ'ના નિયમ પ્રમાણે, ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ પર હાથ ઉઠાવી શકશે નહીં. નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સલમાને પ્રિયંકને શોમાંથી બહાર જવાનું કહ્યું છે. 

અક્ષરાએ કહી આ વાતઃ
અક્ષરા એટલે કે હિના ખાને પ્રિયંકનો પક્ષ લીધો છે. પ્રોમોમાં બતાવ્યા પ્રમાણે, તે કહે છે કે જો પ્રિયંક ઘરની બહાર જશે તો તે પણ શોમાંથી બહાર નીકળશે. તેને 'બિગ બોસ'ની કોઈ પરવા નથી. ઉલ્લેખનીય છે કે 'બિગ બોસ'માં પ્રિયંક તથા હિના ખાનની નિકટતાની ચર્ચા થવા લાગી છે. બંને જીમમાં સાથે ઘણો જ સમય પસાર કરે છે. 

(જુઓ, 'બિગ બોસ'ની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bigg boss 11 hina khan and priyank sharma close in house
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended