Home »TV »Latest Masala» Taarak Mehta Tv Celebs Time Pass During Break

'તારક મહેતા..'ના સેટ પર સમય મળતાં જ બબિતાજી-ભીડે માસ્ટરે આમ કરી મસ્તી

divyabhaskar.com | May 19, 2017, 13:32 PM IST

  • સેટ પર બબિતા તથા ભીડે
મુંબઈઃ'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. તાજેતરમાં જ સોશ્યિલ મીડિયામાં બબિતાજી(મુન મુન દત્તા) તથા ભીડે(મંદાર ચંદાવરકર)ની એક તસવીર વાયરલ થઈ છે. સેટ પરની આ તસવીરમાં બબિતા તથા ભીડે પોતના રિયલ લુકમાં જોવા મળે છે અને બંને મસ્તી કરતાં હોય છે. બંનેની પાછળ પોપટલાલ(શ્યામ પારેખ) બેઠા હોય છે.
સેટ પર આમ કરે છે સમય પસારઃ
'તારક મહેતા..'ના કલાકારો સેટ પર 10-11 કલાક કામ કરતા હોય છે. એટલે જ્યારે પણ બ્રેક મળે ત્યારે ટેબલ ટેનિસ રમતા હોય છે. ઘણીવાર ગપ્પા મારીને સમય પસાર કરતાં હોય છે. તો ઘણીવાર સેટ પર તક મળતાં જ આરામ પણ કરી લેતા હોય છે.
 
જ્યારે પણ સમય મળે ત્યારે રમીએઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડેઈલી સોપમાં કરતાં સ્ટાર્સને ફિઝીકલ એક્ટિવિટી માટે સમય મળતો નથી. સતત શૂટિંગમાં વ્યસ્ત રહેવાને કારણે તેઓ પોતાના વર્ક-આઉટ પર ધ્યાન આપી શકતા નથી. આથી જ સેટ પર જ્યારે પણ સમય મળે ત્યારે મોટાભાગના મેલ એક્ટર્સ ટેબલ ટેનિસ રમતા હોય છે. ટેબલ ટેનિસ રમવાની એક પણ તક 'તારક મહેતા..'ના સ્ટાર્સ છોડતા નથી. 

સેટ પર બધાને ગમે છે ટેબલ ટેનિસઃ
divyabhaskar.com સાથેની વાતચીતમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે સેટ પર તમામને ટેબિલ ટેનિસને લઈને પેશન છે. તેમને આ ગેમ રમવી ઘણી જ પસંદ છે. ટેબલ ટેનિસ રમવાથી ફ્રેશ ફિલ થાય છે અને હેલ્થ પણ મેઈન્ટેઈન રહે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સેટ પર કેવી રીતે સમય કરે છે 'તારક મહેતા..'ના કલાકારો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: taarak mehta tv celebs time pass during break
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended