Home »TV »Latest Masala» May Be Madhuri Or Aishwarya Rai, Host This Show

Oh No! શું અહીંયા બિગ બીની જગ્યા લેશે બચ્ચન બહુ ઐશ્વર્યા, ચાહકો કરશે પસંદ?

divyabhaskar.com | May 18, 2017, 16:00 PM IST

મુંબઈઃ જ્યારે આપણે ક્વિઝ શોની વાત કરીએ ત્યારે આપણાં મગજમાં 'કૌન બનેગા કરોડપતિ' ઝબકી જાય છે અને બેક ગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચન સૂટ-બૂટમાં હોય તેવી કલ્પના થવા લાગે છે. જોકે, હવે ચર્ચા છે કે અમિતાભ બચ્ચનને બદલે હવે અન્ય બોલિવૂડ સેલેબ આ શોને હોસ્ટ કરશે. અલબત્ત, ચાહકોને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચનને બીજું કોઈ નહીં પરંતુ તેમની જ પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન રિપ્લેસ કરે તેવી શક્યતા છે.

એશ અથવા માધુરીઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'કૌન બનેગા કરોડપતિ'ની હોટ સીટ પર ઐશ્વર્યા રાય બચ્ચન કે માધુરી દીક્ષિત બેમાંથી એકની પસંદગી કરવામાં આવશે. ચેનલે માધુરી તથા એશ બંને સાથે નવમી સિઝન અંગે વાત કરી છે. 

પહેલીવાર જોવા મળશે ફિમેલ હોસ્ટઃ
અત્યાર સુધી આ શોને મેલ હોસ્ટ જ કરતાં હતાં. સૌ પહેલી વાર કોઈ ફિમેલ હોસ્ટ આ શોને હોસ્ટ કરશે અને શોનો તદ્દન નવો જ લુક જોવા મળશે.

શાહરૂખ પણ થયો હતો ફેલઃ
આ શોને શાહરૂખ ખાન પણ હોસ્ટ કર્યો હતો. જોકે, દર્શકોના મનમાં અમિતાભ બચ્ચનનો અવાજ અંકિત થઈ ચૂક્યો છે. તે અન્ય કોઈને જોઈ શકતા નથી. હવે, ફિમેલ હોસ્ટને ચાહકો પસંદ કરશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે, તે નક્કી છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'કૌન બનેગા કરોડપતિ'ની રસપ્રદ વાતો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: may be madhuri or aishwarya rai, host this show
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended