Home »TV »Latest Masala» Amit Tondon Wife In Dubai Jail

દુબઈની જેલમાં બંધ છે આ એક્ટરની વાઈફ, લાગ્યા છે ગંભીર આરોપો

divyabhaskar.com | Aug 11, 2017, 13:31 PM IST

  • દુબઈની જેલમાં બંધ છે આ એક્ટરની વાઈફ, લાગ્યા છે ગંભીર આરોપો,  latest masala news in gujarati
મુંબઈઃ ટીવી એક્ટર અમિત ટંડન અને તેની વાઈફ રુબી સામે એક નવી મુસીબત ઉભી થઈ છે. થોડાં સમયથી તેમના લગ્ન તૂટવાની ચર્ચાએ જોર પકડ્યું હતું તો હવે ન્યૂઝ આવી રહ્યા છે કે રુબી છેલ્લા એક મહિનાથી દુબઈની જેલમાં બંધ છે.


ઉલ્લેખનીય છે કે રુબી એક ડર્મેટોલિજિસ્ટ છે. સૂત્રોના મતે, રુબી પર કેટલાક સરકારી અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો છે અને તેણે ધમકી પણ આપી હતી. જાણવા એ પણ મળ્યુ હતું કે રુબીના જામીન એક વખત રિજેક્ટ થઈ ચૂક્યા છે.


અમિત ટંડન થોડાં સમય પહેલાં રુબીની મદદ માટે દુબઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમિત ટંડન 'ઈન્ડિયન આઈડલ સિઝન 1'થી ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ‘યે હેં મોહબ્બતે, ‘ક્યોકિ સાસ ભી કભી બહૂ થી, ‘અદાલત સિઝન 2’, ‘કૈસા યે પ્યાર હૈં’, ‘જરા નચકે દિખા’ જેવા ટીવી શોઝમાં કામ કરી ચૂક્યો છે. અમિત ટંડન અને રુબીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતાં અને આ કપલને 7 વર્ષની એક દીકરી પણ છે.


રુબીની મુંબઈમાં સારી પ્રેક્ટિસ છે અને તેના ક્લાયન્ટ લિસ્ટમાં મૌની રોય, સંજીદા શેખ, ઈકબાલ ખાન, વિક્રમ ભટ્ટ જેવા સેલેબ્સનો સામવેશ થાય છે. કહેવામાં આવે છે કે રુબીની સફળતાની ઈર્ષ્યા કરતાં હોવાને કારણે કેટલાંક લોકોએ તેના ઉપર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.


અમિત ટંડનનું આ અંગે કહ્યું હતું કે રુબીની સાથે જે પણ થઈ રહ્યું છે, તે જોઈને તે ખૂબ જ નિરાશ છે. આશા છે કે રુબીને જલ્દી ન્યાય મળશે.
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amit tondon wife in dubai jail
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended