Home »TV »Latest Masala» Actress Subhangi Best Female Comic Actor Award Indore

REALમાં 11 વર્ષની દિકરીની માં છે 'અંગૂરીભાભી', આમની પાસેથી શીખી ટ્રિક

divyabhaskar.com | Aug 10, 2017, 17:49 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ શુભાંગી અત્રેને હાલમાં જ ઈન્દોરમાં બેસ્ટ ફિમેલ કૉમિક એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ભોપાલથી જ કરિયરની શરૂઆત કરનાર શુભાંગી મોડલિંગ, એડ શૂટ અને ફેશન શોઝ કરી ચૂકી છે. અત્યારે તે પોપ્યુલર કોમેડી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’ માં અંગૂરીભાભીનું પાત્ર ભજવી રહી છે. અસલ જિંદગીમાં શુભાંગી 11 વર્ષની એક દીકરીની માતા છે, શુભાંગીનું ઈન્દોરમાં સાસરિયું તો ભોપાલમાં પિયર છે.
 
- એવોર્ડ મળ્યા પછી શુભાંગીએ જણાવ્યુ હતું કે સીરિયલમાં તે ભાભીનુ પાત્ર એટલે જીવંત કરી શકી કારણ કે તેણે પોતાની માતાને સતત ઓબ્જર્વ કરી હતી. તેણે માતા પાસેથી એક્ટિંગ શીખી છે. તેણે ભાભીજીના પાત્રને જો પૂરતો ન્યાય આપ્યો હોય તો તેનું શ્રેય તેની માતાને જાય છે.


અભણ સ્ત્રીની ભૂમિકા ભજવવુ મુશ્કેલીપૂર્ણ

વધુમાં શુંભાગીએ કહ્યું હતું કે મારા માટે એક અભણ સ્ત્રીનું પાત્ર ભજવવુ એટલું સહેલું નહોતું. શહેરી છોકરી હોવાથી તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. પરંતુ આ પાત્રને પડકારરૂપ સમજી તેણે આ રોલને વધુ સારી રીતે પ્લે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રોલમાં તેણે પોતાની માતાની ઘણી જ મદદ લીધી હતી.


તેણે આગળ જણાવ્યું હતુ કે માતાને હજી સુધી ખબર નથી કે તેણે તેમને જોઈને જ આ ભૂમિકા ભજવી છે. તેમને રસોઈ બનાતી વખતે ગીત ગાવાની ટેવ છે. તે ખાસ સહજતાથી આ બધું કામ કરી લે છે. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે ઘણી જ ફૂડી છે પરંતુ મુંબઈ આવ્યા બાદ તે ડાયટ કરે છે. તે અઠવાડિયામાં રોજ યોગ તથા ત્રણ દિવસ જીમમાં જાય છે.


ઘણી સીરિયલ્સમાં કરી ચુકી છે કામઃ

શુભાંગી ‘ભાભીજી..’ પહેલાં ‘દો હંસો કા જોડા ‘, ‘કસ્તુરી’, અને ‘ચિડિયા ઘર’ જેવી ટીવી સીરિયલ્સમાં એક્ટિંગ કરી ચૂકી છે


(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, શુભાંગી અત્રેની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Subhangi Best Female Comic Actor Award Indore
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended