Home »TV »Latest Masala» Vivek Dahia Said, They Never Gave Too Much Time To Each Other

'ઈશીમા'ના પતિએ જણાવ્યું, લગ્ન બાદ કેટલુ બદલાયું જીવન, જાણો બીજું શુ કહ્યું

divyabhaskar.com | Apr 20, 2017, 13:44 PM IST

મુંબઈઃ ''જીવન પૂરી રીતે બદલાઈ ગયું છે. પહેલાં હું એકલો હતો અને એમાં જ હું માંથી અમે થઈ ગયા છીએ. આથી હવે ક્યારેય એકલા વિશે વિચારી શકતો નથી. હવે દરેક બાબતમાં પાર્ટનરને સામેલ કરવી પડે છે.'' આ શબ્દો છે 'ઈશીમા' એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દાહિયાના. 

ભાગ્યે જ મળે છે સમયઃ
- વિવેકે કહ્યું હતુ કે પત્નીની પસંદ-નાપસંદનું ધ્યાન રાખવું પડે છે. જોકે, કામને કારણે બહાર ફરવા જવાનો સમય મળતો નથી. જોકે, દર ત્રણ મહિને એક મિની બ્રેક જરૂરથી લઈએ છીએ, જેથી એકબીજા સાથે સમય પસાર કરી શકીએ. 
- એકબીજાના કામ, પ્રોફેશન તથા કમિટમેન્ટને સમજીએ છીએ. કામનું શિડ્યુઅલ એ રીતનું હોય છે કે સોશ્યલાઈઝ થઈ શકાતું નથી. આ સિવાય સર્કલ પણ એટલું મોટુ નથી.
- ક્યારેય સમય મળે તો ફિલ્મ જોવા જઈએ અથવા તો ડિનર માટે બહાર જઈએ.

સોરી કહીને ઝઘડાનો અંત લાવીએઃ
- વધુમાં વિવેકે કહ્યું હતું કે સંબંધને સારી રીતે ચલાવવા માટે જીદ્દી ક્યારેય બનાય નહીં. તેમના બેમાંથી કોઈ જીદ્દી નથી. 
- બંનેએ નક્કી કર્યું છે કે ઈગોને ક્યારેય એકબીજાની વચ્ચે આવવા દેશે નહીં.
- ભલે કોઈ પણ વાત પર ઝઘડો થયો હોય પણ તેને તે જ દિવસે પૂરો કરશે. બીજા દિવસે લાંબો ખેંચશે નહીં.
- ભૂલ ગમે તેની હોય સોરી બંને કહેશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, વિવેક-દિવ્યાંકાની ખાસ તસવીરો.....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vivek dahia said, they never gave too much time to each other
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended