Home »TV »Latest Masala» Tv Actress Vidisha Srivastava Glamouras Photoshoot

'યે હૈ મોહબ્બતે'ની અભિનેત્રીએ કરાવ્યુ ફોટોશૂટ, બોલ્ડ અવતારમાં પડી નજર

divyabhaskar.com | Jan 11, 2018, 11:20 AM IST

  • યે હૈ મોહબ્બતેની એક્ટ્રેસે ફોટોશૂટ કરાવ્યુ હતું

મુંબઇ: સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવે ગત વર્ષે સ્ટાર પ્લસના પોપ્યુલર શો 'યે હૈ મોહબ્બતે'થી ટીવી પર ડેબ્યૂ કર્યુ હતું. આ શોમાં તે રોશનીનું કેરેક્ટર પ્લે કરી રહી છે, જેમાં આદિત્ય ભલ્લાને બ્લેકમેલ કરીને તેની સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. શોમાં રોશનીનું કેરેક્ટર ભલે એક ગામની યુવતીનું છે પરંતુ વિદિશા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેને કેટલીક લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે અને સાથે કેપ્શન આપ્યુ છે, "That what you most fear...that is where you must go... for there you will discover your true self..!! #light&shadow #facethefear #facethelife P/c @kalpeshchotaiphotography" 

 

ઘણી બોલ્ડ નજરે પડે છે વિદિશા

 

લેટેસ્ટ ફોટોશૂટમાં વિદિશા રેડ સાડીમાં નજરે પડે છે. જ્યારે કેટલીક તસવીરોમાં તેને શોર્ટ ડ્રેસ પહેરેલી છે. મહત્વપૂર્ણ છે કે વિદિશા 18 વર્ષથી પણ ઓછી ઉમરથી મોડલિંગ કરી રહી છે. તે બાદ તે એક્ટિંગમાં આવી અને વર્ષ 2005માં તેને તેલુગુ ફિલ્મ 'અભિમાની'થી ડેબ્યૂ કર્યું. આ સાઉથની ફિલ્મોની સક્સેસફુલ એક્ટ્રેસ છે, તેને નાના પરદાની યામી ગૌતમ કહેવામાં આવે છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tv Actress Vidisha Srivastava Glamouras Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended