Home »TV »Latest Masala» Chahat Khanna Shares First Photo Of Newborn Baby Girl

'બડે અચ્છે...'ની એક્ટ્રેસે શેર કર્યો New Born દીકરીનો ફોટો, આવુ રાખ્યું નામ

divyabhaskar.com | Dec 23, 2017, 14:23 PM IST

  • પતિ અને બન્ને દીકરીઓ સાથે ચાહત ખન્ના

મુંબઈઃટીવી શો 'બડે અચ્છે લગતે હૈ'ની એક્ટ્રેસ ચાહત ખન્ના મિર્ઝા બીજીવાર મા બની છે. તેણે થોડા દિવસ પહેલા દીકરીની જન્મ આપ્યો હતો. તાજેતરમાં તેણીએ પોતાની બાળકીનો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરવા સાથે તેણીએ દીકરીનું નામ પણ શેર કર્યું છે. ચાહતે બીજી દીકરીનું નામ અમેરા રાખ્યું છે. તેણીએ ફોટો શેર કરતા લખ્યું, 'With our legacy 💖'. એક અન્ય ફોટો શેર કરતા તેણીએ લખ્યું, 'Girls like me are so much fun that mom n dad wanted another one tnx @malikasadani ;) Thankyou'. ચાહતની મોટી દીકરી છે 15 મહીનાની

 

ચાહત હાલ 15 મહીનાની દીકરી જોહરની માં છે. તેણીએ ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં દીકરીને જન્મ આપ્યો હતો. જ્યારે તેની દીકરી 10 માસની હતી, ત્યારે તે બીજીવાર પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવ્યા હતા.

 

ચાહતના છે બીજા લગ્ન
ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર 2006માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પણ તે શારીરિક ત્રાસ આપતો હોવાથી આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. બન્ને 2002થી સાથે હતા. આ સમયે ચાહત માત્ર 16 વર્ષની જ હતી. ત્યાર બાદ તેમણે ફેબ્રુઆરી 2013માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા.

 

આગળ જુઓ ચાહત ખન્ના મિર્ઝાના વધુ ફોટોઝ

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Chahat Khanna Shares First photo Of Newborn Baby Girl
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended