Home »Hollywood» Miranda Kerr And Evan Spiegel Honeymoon Details

ભારતને ગરીબ કહેનારો અહીં માણે છે હનિમૂન, આઈલેન્ડના ભાડામાં મળે અ'વાદમાં બંગલો

divyabhaskar.com | Jun 08, 2017, 13:21 PM IST

  • મિરાન્ડા કેર અને ઈવાન સ્પીગલ-ફાઈલ
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ ગત મહિને સ્નેપચેટના ફાઉન્ડર અને સીઈઓ ઈવાન સ્પીગલ અને સુપર મોડલ મિરાન્ડા કેરે લગ્ન કર્યા હતા. આ લગ્ન સાઉથ કેલોફોર્નિયામાં એક સમારોહમાં કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર તેના ફેમિલી મેમ્બર્સ જ સામેલ થયા હતા.હાલ આ કપલ હનિમૂન પર છે. ચાર નાઈટનો ચાર્જ છે 1 કરોડ 52 લાખ રૂપિયા
 
તેઓ હાલ ફિજીના લૌકાલા આઈલેન્ડ પર ક્વોલિટી ટાઈમ વિતાવવા ગયા છે.જ્યાં એક રાત રોકાવાનો ચાર્જ 8 લાખ રૂપિયાથી શરૂ કરીને 38 લાખ રૂપિયા સુધી છે. તેમાં પણ ઓછામાં ઓછા ચાર દિવસ તો રોકાવું પડે છે. આ હિસાબે તેમણે જો મોંઘામાં મોઘો સ્યુટ રાખ્યો હોય તો 4 દિવસ લેખે કુલ 1 કરોડ 52 લાખ રૂપિયા ભાડું ચૂકવવું પડે. આમ આ ભાડામાં તો અમદાવાદમાં પોશ બંગલો પણ મળી જાય.
 
ઈવાને ભારતને ગરીબ દેશ કહેતા થયો હતો વિવાદ
ગત એપ્રિલ માસમાં ઈવાને ભારતને ગરીબ દેશ ગણાવતા સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ થયો હતો. પોપ્યુલર મેગેઝિન 'વેરાઈટી'એ સ્નેપચેટના એક પૂર્વ કર્મચારીને ટાંકીને આ દાવો કર્યો હતો કે, વર્ષ 2015માં યુઝર્સ બેઝ ગ્રોથને લઈ મળેલી મીટિંગમાં કહ્યું હતું કે''ભારત જેવા ગરીબ દેશોમાં વિસ્તાર કરવાની કંપનીને કોઈ ઈચ્છા નથી.'' આ સ્ટેટમેન્ટ પ્રકાશમાં આવ્યા બાદ તેના વર્ઝનનું રેટિંગ 'સિંગલ સ્ટાર' થઈ ગયું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ઈવાન સ્પીગલ અને મિરાન્ડા કેરની લાઈફ અને હનિમૂનની રસપ્રદ વાતો
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Miranda Kerr and Evan Spiegel honeymoon details
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended