Home »Hollywood» Roger Moore Aka James Bond Died At The Age Of 89

રોજર મૂરનું કેન્સરને કારણે 89 વર્ષે નિધન, 7વાર કર્યો હતો 007 જેમ્સ બોન્ડનો રોલ

divyabhaskar.com | May 23, 2017, 19:43 PM IST

  • રોજર મૂરનો જન્મ 1927માં લંડનમાં થયો હતો
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ વિખ્યાત હોલિવૂડ બોન્ડ સીરિઝમાં 7વાર જેમ્સ બોન્ડનો રોલ કરી ચૂકેલા રોજર મૂરનું 89 વર્ષે નિધન થઈ ગયું છે. તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા હતા અને તેમને કેન્સર હતું. તેમના અવસાન અંગે તેના પરિવારજનોએ જાહેરાત કરી હતી. રોજર મૂરનો જન્મ 14 ઓક્ટોબરના રોજ 1927માં લંડનમાં થયો હતો. તેમણે 50ના દાયકામાં પોતાની કરિયર શરૂ કરી હતી. તેણે 46 વર્ષે જેમ્સ બોન્ડનો રોલ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 46 વર્ષથી શરૂઆત કરીને 58ની વય સુધી જેમ્સ બોન્ડનું કેરેક્ટર નિભાવ્યું હતું. 7 વાર બન્યા 007 જેમ્સ બોન્ડ
 
તેમણે 'લિવ એન્ડ લેટ ડાઈ(1973)'થી શરૂઆત કરીને 'ધ મેન વીથ ગોલ્ડન ગન'(1974), ' ધ સ્પાઈ વ્હુ લવ્ડ મી' (1977), 'મૂન રેકર'(1979), 'ફોર યોર આઈ્સ ઓન્લી'(1981), 'ઓક્ટોપસ્સી' (1983) અને 'અ વ્યૂ ટૂ અ કિલ'(1985) સુધી 7 વાર જેમ્સ બોન્ડનો રોલ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં રોજર મૂરના વધુ ફોટોઝ
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Roger Moore aka james bond Died at the age of 89
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended