Home »Hollywood» Know About Indira Varma

આજે ક્યા છે 'કામસૂત્ર' ગર્લ?, આ કામ કરીને કરે અઢળક કમાણી

divyabhaskar.com | Aug 10, 2017, 00:02 AM IST

મુંબઈઃઈન્દિરા વર્માનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. જોકે, ઈન્દિરા બોલિવૂડમાં નહીં પરંતુ હોલિવૂડમાં લોકપ્રિય છે. ભારતીય મૂળની ઈન્દિરા હોલિવૂડમાં કામ કરે છે. આજકાલ તે સૌથી લોકપ્રિય સીરિઝ 'ગેમ ઓફ થ્રોન્સ'માં જોવા મળે છે.

સીરિઝમાં આપ્યા અનેક નિર્વસ્ત્ર સીન્સઃ
ઈન્દિરાએ આ સીરિઝમાં અનેક નિર્વસ્ત્ર સીન્સ આપ્યા છે, જેને કારણે તે ચર્ચામાં આવી છે. ઈન્દિરા પોતાના ઉત્તેજક સીન્સને કારણે લોકપ્રિય છે. આ સીરિઝમાં કામ કર્યાં બાદ ઈન્દિરાની લોકપ્રિયતામાં વધારો થયો હતો. 

આ ફિલ્મથી કરી હતી કરિયરની શરૂઆતઃ
ઈન્દિરાએ 1995માં 'કામસૂત્રઃ એ ટેલ ઓફ લવ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઘણાં જ સેન્સેશનલ સીન્સ આપ્યા હતાં. જેને કારણે તે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ ઈન્દિરાએ કેટલીક બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું હતું પરંતુ એક પણ ફિલ્મ હિટ રહી નહીં. ઈન્દિરાએ ઐશ્વર્યા-બોબી દેઓલની ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'માં પણ કામ કર્યું હતું.

હોલિવૂડમાં અજમાવ્યું નસીબઃ
ઈન્દિરાએ બોલિવૂડ બાદ હોલિવૂડમાં હાથ અજમાવ્યો હતો. અહીંયા તે સફળ રહી હતી. ત્યારબાદ 2014થી 'ગેમ ઓફ થ્રોન્સ' સાથે જોડાઈ હતી. આ સીરિઝમાં તેના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતાં. માનવામાં આવે છે કે ઈન્દિરાની વાર્ષિક આવક 10 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. 

એક દીકરીની માતાઃ
ઈન્દિરાએ એક્ટર કોલિન ટિરની સાથે લગ્ન કર્યાં છે અને તેમને પુત્રી એવલિન છે. ફિલ્મ્સ સિવાય ઈન્દિરા મોડલિંગ પણ કરે છે.

સ્વીસ માતા-ઈન્ડિયન પિતાની દીકરીઃ
ઈન્દિરાનો જન્મ યુકેમાં થયો છે. તેના પિતા ઈન્ડિયન અને માતા સ્વીસ છે. તેણે મ્યૂઝિક યુથ થિયેટર કંપનીની મેમ્બર છે. 1995માં લંડનની રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઈન્દિરા વર્માની ખાસ તસવીરો....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about indira varma
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended