Home »Gujarati Cinema» Check Out Gujarati Singer Sangitaben Labadiya Home Pics

આ વૈભવી બંગલોમાં રહે છે સિંગર સંગીતા લાબડિયા, અંદરની તસવીરો

divyabhsakar.com | Sep 13, 2017, 11:32 AM IST

અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોકગાયક સંગીતાબેન લાબડિયા 'પટેલ કી પંજાબી શાદી'માં 'મેરી મહેંદી' સોંગ ગાયું છે. આ ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થાય છે. સંજય છેલની આ ફિલ્મમાં પરેશ રાવલ તથા રીષિ કપૂર 20 વર્ષ બાદ સાથે કામ કરી રહ્યાં છે. સંગીતાબેન ગુજરાતના લોક લાડીલા ગાયિકા છે. divyabhaskar.comએ સંગીતાબેન સાથે તેમની કરિયર, અંગત જીવન સહિતની વાત કરી હતી. સંગીતાબેન અમદાવાદના જાણીતા પોશ એરિયામાં રહે છે. 

નાની ઉંમરે કરી કરિયરની શરૂઆતઃ
સંગીતાબેનનો પરિવાર છેલ્લાં 40-50 વર્ષોથી એટલે કે તેમની ત્રણ પેઢી સંગીત સાથે જોડાયેલ છે. સંગીતાબેને પણ નાની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી. તેમણે સંગીતમાં કોઈ પદ્ધિતસરની તાલીમ લીધી ના હોવા છતાંય તેઓ આટલી સહજતાથી ગાઈ શકે છે. આઠ વર્ષની ઉંમરે મુંબઈના કચ્છી ભાનુશાળી સમાજમાં 'જપ લે હરિ કા નામ' સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું.

ફોઈના દીકરા સાથે લગ્નઃ
સંગીતાબેન મૂળ ઔદિચ્ય બરોડાઈ બ્રાહ્મણ છે અને તેથી તેમના જ્ઞાતિના રિવાજ પ્રમાણે, ફોઈની પાછળ જ ભત્રીજીના લગ્ન થાય. એટલે સંગીતાબેનના ફોઈ ભાવનાબેનના મોટા દીકરા બ્રિજરાજ સાથે લગ્ન થયા છે. 

ફોઈ(સાસુ)ને મળ્યો છે ગૌરવ પુરસ્કાર એવોર્ડઃ
સંગીતાબેનના ફોઈ(સાસુ) ભાવનાબેન પણ સંગીત ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયા હતાં. તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 

પતિ પણ છે સિંગરઃ
સંગીતાબેનના પતિ બ્રિજરાજ પણ સિંગર છે અને સાથે સાથે પોતાના બિઝનેસ કરે છે. સંગીતાબેનને બે પુત્રો ઓમ તથા આદિત્ય છે. તેમના દિયર રાજ પણ પ્રોફેશનલ સિંગર છે. જ્યારે નણંદ રૂપાબેન પ્રોફેશનલ સિંગર નથી પરંતુ તેમને પણ સંગીત વારસામાં મળ્યું છે. તેઓ પોતાનો અલગ બિઝનેસ કરે છે. 

આ રીતે મળ્યો બોલિવૂડમાં બ્રેકઃ
ફિલ્મના ડિરેક્ટર સંજય છેલે સંગીતાબેનને ફોન કરીને આ ગીત અંગે વાત કરી હતી. ત્યારબાદ પાર્થિવ ગોહિલે ફોક બેઝ સોંગની વાત કરી હતી. ત્યારબાદ શાન, નેહા કક્કર તથા સંગીતાબેનની ત્રિપુટીએ 'મેરી મહેંદી...' સોંગ ગાયું હતું. સંગીતાબેન ડિરેક્ટર સંજય છેલની અન્ય એક ફિલ્મમાં પણ સોંગ ગાઈ રહ્યાં છે પરંતુ હજી સુધી આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. સંગીતાબેને અનેક ગુજરાતી ફિલ્મ્સમાં સોંગ ગાયા છે. આટલું જ નહીં ટીવી સીરિયલ 'ગુલાલ'નો ટાઈટલ ટ્રેક પણ સંગીતાબેન જ ગાયો હતો. 

વિદેશમાં કર્યાં છે શોઃ
સંગીતાબેને વિદેશમાં મસ્કત, આફ્રિકા તથા દુબઈમાં શો કરેલા છે. આ સિવાય અમેરિકા તથા યુકેમાં પણ શો આપ્યા છે પરંતુ હાલમાં બાળકો નાના હોવાથી તેઓ અહીંયા શો આપવા જતા નથી. 

નવરાત્રિમાં અહીંયા મચાવશે ધૂમઃ
આ વર્ષે(2017)માં સંગીતાબેન જૂનાગઢના બ્રહ્મસમાજના આયોજીત ગરબામાં નવે-નવ દિવસ પર્ફોમન્સ આપવના છે. 

મનપસંદ સોંગ્સઃ
સંગીતાબેનનું મનપસંદ સોંગ તેમના ફોઈ(સાસુ)નું 'વણઝારા વહેલો આવજે...' છે. જ્યારે બોલિવૂડમાં ઉદિત નારાયણનું સોંગ 'એ અજનબી કભી કભી..' છે. 

નથી ખાતા આઈસક્રિમઃ
સંગીતાબેન અવાજ ખરાબ ના થાય તે માટે આઈસક્રિમ તથા ઠંડા પીણા બિલકુલ નથી પીતા. આ સિવાય મીઠાના પાણીનો કોગળા, યોગ-પ્રાણાયમ તથા હળદરવાળું દૂધ નિયમિત રીતે પીવે છે. 

(જુઓ, સંગીતાબેન લાબડિયાના ઘરની શાનદાર તસવીરો....)
 
તમામ તસવીરોઃ નરેશ વાઢેર
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out gujarati singer sangitaben labadiya home pics
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended