Home »Gujarati Cinema» Gujarati Actress Success Story: Khushboo Siddhiwala Entry In Bollywood

ગુજરાતી ગર્લની બોલિવૂડમાં એન્ટ્રી: આ અભિનેત્રીની આવી છે સફર, જાણો

divyabhaskar.com | Apr 21, 2017, 17:00 PM IST

  • ભરૂચના કસક વિસ્તારમાં રહેતી ખુશ્બૂ સિદ્ધિવાલા ઘણાં લાંબા સમયથી ફિલ્મમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ સાબિત કરવા સંઘર્ષ કરી
અમદાવાદઃ‘સ્ત્રી ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. કોઈ કામ અઘરું નથી હોતું’ આત્મવિશ્વાસથી છલકાતું આવું વિધાન માત્ર બોલવું અને આ પ્રમાણે કંઈક અસાધારણ કરી બતાવવું એ બેમાં ઘણું અંતર છે. ભરૂચ જેવા નાના શહેરમાંથી ઊંચી ઉડાન ભરી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ખુશ્બુ સિદ્ધિવાલાના આ વાક્ય પ્રમાણે તેણે કરી બતાવ્યું છે. ભરૂચવાસીઓને જાણીને આનંદ થશે કે ભરૂચની ખુશ્બુ સિદ્ધિવાલા આગામી દિવસોમાં રિલીઝ થનાર ‘લાઈફ નહીં હૈ લડ્ડુ’ ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવી રહી છે. ભરૂચના કસક વિસ્તારમાં રહેતી ખુશ્બૂ સિદ્ધિવાલા ઘણાં લાંબા સમયથી ફિલ્મમાં પોતાની પ્રતિભા અને ટેલેન્ટ સાબિત કરવા સંઘર્ષ કરી રહી હતી અને યોગ્ય તકની રાહ જોઈ રહી હતી. અંતે, એ સમય આવી જતાં હવે ભરૂચના લોકો માટે ગૌરવ લેવાનો સમય આવ્યો છે. 

ખુશ્બુએ કહી આ વાત
 
ખુશ્બૂએ પોતાની ફિલ્મી સફર અને સપનાઓ વિષે ચર્ચા કરીએ તો. લંડનમાં પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરનાર ખુશ્બુ પાસે લંડનમાં જ સારી નોકરી સાથે સારી જીવનશૈલી વિતાવવાની વિપુલ તકો સામે ઉભી હતી પણ એક્ટિંગમાં જ આગળ વધવાનો નિર્ણય કરી લેનાર ખુશ્બૂએ લંડનમાં આરામની જિંદગી જીવવાનો આસાન રસ્તો પસંદ કરવાના બદલે બોલીવુડમાં પોતાને સાબિત કરવાનો કઠિન માર્ગ અપનાવી લંડનની બધી સુખ સાહિબી છોડી મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવી.લંડન સ્કૂલ ઓફ મોડલિંગમાં ટ્રેનિંગ લેનાર ખુશ્બુએ પ્રો કબડ્ડીની એડમાં ફાયર ફાઈટરનો રોલ કર્યો હતો. આ રોલમાં સૌથી પડકારજનક બાબત એ હતી કે ફાયર ફાઈટર તરીકે તેણે આગમાં ફસાયેલા 40 કિલોના તરૂણને બચાવવાનો હતો. આગની ઝપેટમાંથી બચાવીને તેને ઉંચકીને દોડવાનું પણ હતું. 40 કિલોના તરૂણને ઊંચકીને દોડવુંએ એક મહિલા માટે અઘરું કામ હોય છે જોકે સ્ત્રી ગમે તે કરી શકે છે, તેવા મક્કમ વિચાર ધરાવતી ખુશ્બુએ પોતાનો આ રોલ સારી રીતે નિભાવ્યો હતો. આ વાત સાથે તેણે પોતાના સ્કૂલ ટાઈમને પણ યાદ કરતાં કહ્યું હતું કે જીએનએફસી સ્કૂલમાં તે પોતાની ટીમની કેપ્ટન હતી અને સ્પોર્ટ્સમાં પહેલેથી જ રસ ધરાવે છે.

સંઘર્ષ કરીને આ સ્થાને આવી

પોતાની આગામી ફિલ્મ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ ‘લાઈફ નહીં હૈ લડ્ડુ’ આ વર્ષે રિલીઝ થશે. ફિલ્મને લઈને તે ઘણી જ ઉત્સાહી છે. જોકે, ખુશ્બુએ ફિલ્મ અંગે તો કંઈ નહોતું જણાવ્યું પરંતુ તેણે કહ્યું હતું કે જિંદગી આસાન નથી. ઘણાં લોકો સંઘર્ષ કરી જીવનમાં કંઈક પ્રાપ્ત કરે છે. ફિલ્મની સ્ટોરી પણ આ બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેની પાસે અન્ય પ્રોજેક્ટ્સ પણ છે. પોતાના ડ્રિમ વિશે કહ્યું હતું કે તે વુમન એમ્પાવરમેન્ટને દર્શાવતી 'મેરી કોમ' જેવો રોલ કરવો છે. સાથે સલમાન ખાન અને રણબિર કપૂર સાથે કામ કરવા માંગે છે.પોતે એક ગુજરાતી હોવાથી તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી .અને ગુજરાત ટુરિઝમના ખુશ્બુ ગુજરાતકી કેમ્પએઇનના પ્રચાર પ્રસાર માટે તક મળે તો તેને પોતાનું સૌભાગ્ય હશે તેમ જણાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, 1 મહિનામાં ઉતાર્યું 16 કિલો વજન, ખુશ્બુએ આપ્યો આ સંદેશ, 2007માં શરૂ કરી કરિયર
(Gujarati Cinema Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Actress Success Story: Khushboo Siddhiwala entry in Bollywood
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended