Home »Gossip» Aaradhya Bachchan Memorable Moments With Granddad

મોમ એશનાં ખોળામાંથી ઉતરી નાનુને પગે લાગી'તી આરાધ્યા, હતી આવી Cute Moment

divyabhaskar.com | Mar 20, 2017, 00:10 AM IST

મુંબઇઃ બચ્ચન બહુ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજ રાયનું અવસાન થયું છે. કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જોકે, તેમની હાલતમાં સુધારો આવ્યો ના હતો. તેમણે 18 માર્ચના રોજ સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. ઐશ્વર્યાના પિતા કૃષ્ણારાજ આરાધ્યાને ખૂબ પ્રેમ કરતાં હતાં તો આરાધ્યાને પણ નાનુ ખૂબ વ્હાલા હતાં. ગત વર્ષે જ્યારે એશ કાન્સમાં જવા રવાના થઇ હતી ત્યારે એરપોર્ટ પર આરાધ્યા નાનુને પગે લાગી હતી
 
જ્યારે નાનુને પગે લાગીતી આરાધ્યા
-ગત વર્ષે જ્યારે આરાધ્યા મોમ ઐશ્વર્યા રાય સાથે કાન્સ જવા માટે મુંબઈ એરપોર્ટ પરથી રવાના થઈ હતી. ત્યારે એશના પિતા કૃષ્ણરાજ પણ પુત્રી અને દોહિત્રી આરાધ્યાને સીઓફ કરવા આવ્યા હતાં.
-વિદાય સમયે જ્યારે એશે પિતા ચરણ સ્પર્શ કર્યા ત્યારે પુત્રી પણ માતા એશની ગોદમાંથી ઉતરી નાનાને ચરણસ્પર્શ કરવા દોડી ગઈ હતી.
-આ પછી પગે લાગી રહેલી આરાધ્યાને જોઈ નાનાએ ભાવુક થઈ આશિર્વાદ આપ્યા હતાં. આ ક્યુટ પળો કેમેરામાં પણ કેદ થઈ અને તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
 
(આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જુઓ, આરાધ્યા મોમ તથા નાનુ સાથે....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aaradhya Bachchan memorable moments with Granddad
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended