Home »Gossip» Actors Who Shocked Fan With Their Amazing Looks

324 વર્ષનો વૃદ્ધ બન્યો આ Actor, જ્યારે આ સ્ટાર્સને ઓળખી ના શક્યા દર્શકો

divyabhaskar.com | Apr 21, 2017, 13:35 PM IST

  • 'રાબ્તા'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધના રોલમાં જોવા મળશે
મુંબઇઃ તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપુત અને ક્રિતિ સેનન સ્ટારર 'રાબ્તા'નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે. 'રાબ્તા'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધનો રોલ કરવાનો છે. આ રોલ માટે તેણે પોતાના દેખાવમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. રાજકુમાર રાવનો આ લુક એટલો હટકે છે કે ઓળખી જ ના શકાય. તેનો આ નવો લુક સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, રાજકુમાર રાવ પહેલા પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં રીતિક રોશન, કમલ હસન, અક્ષય કુમાર સહિત અનેક એવા એક્ટર છે. જેમણે રિયલ લુક માટે મેકઅપની મદદ લઇ પોતાના દેખાવને ડિફરન્ટ બનાવ્યો હોય.
 
એક્ટર તરીકે હટકે લુક ગમે છે
-નેશનલ ફિલ્મ એવોર્ડ વિનિંગ એક્ટર રાજકુમાર રાવ એક્ટિંગને લીધે તો દર્શકોના દિલમાં સ્થાન બનાવી જ ચૂક્યો છે. હવે તે પોતાના નવા લુકને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક્સેસરીઝ તેમજ ટેટૂઝ સાથે પણ જોવા મળશે.
- રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, 'એક એક્ટર તરીકે હટકે કેરેક્ટર કરવામાં ખૂબ મજા આવી. દિનેશ (ફિલ્મ ડિરેક્ટર)નું વિઝન એકદમ સ્પષ્ટ હતું. મને એક્ટર તરીકે તેમણે આઝાદી આપી હતી. પરંતુ મેકઅપની પ્રોસેસ ઘણી જ લાંબી હતી જેને લીધે ક્યારેક કંટાળો પણ આવતો હતો. આ માટે મને ઘણો પરસેવો પણ થતો હતો પરંતુ આખરે મહેનત સફળ થઇ હતી.'
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ રીતિક રોશન,કમલ હસન,રિષિ કપૂર તેમજ અન્ય એક્ટર્સના હટકે લુક......
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actors Who Shocked Fan With Their Amazing Looks
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended