Home »Gossip» Actor Suniel Shetty Says Hindi Is Very Important In Bollywood

બોલિવૂડમાં ટકી રહેવા હિંદી આવડવું જરૂરી, સુનિલ શેટ્ટીએ શૅર કર્યા Experience

Onkar Kulkarni | May 19, 2017, 18:31 PM IST

મુંબઇઃ આ અઠવાડિયે બોક્સઓફિસ પર 'હાફ ગર્લફ્રેન્ડ' અને 'હિંદી મીડિયમ' રીલિઝ થઇ રહી છે. આ બન્ને ફિલ્મ્સમાં એક વાત કોમન છે અને એ છે હિંદી. એક બાજુ અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મમાં અર્જુન અંગ્રેજી સારી રીતે બોલી શકતો નથી પરંતુ હિંદી સારૂ બોલે છે. તો બીજી બાજુ ઇરફાન ખાન અને સબા કમરને અંગ્રેજી સ્કૂલમાં પોતાની દીકરીના એડમિશન માટે સંઘર્ષ કરતા બતાવાયાં છે. બોલિવૂડના અન્ના તરીકે ફેમસ સુનિલ શેટ્ટી ટાટા સ્કાયના એક્ટિંગ અડ્ડાના લોંચ પર આવ્યો હતો. આ દરમિયાન તેણે divyabhaskar.com સાથે અંગ્રેજી તેમજ એક્ટર તરીકે ભાષાના મહત્વ વિશે વાત કરી હતી અને પોતાના અનુભવ શૅર કર્યા હતાં.
 
બતાવ્યો છે અંગ્રેજી સાથેનો સંઘર્ષ
આ બન્ને ફિલ્મ્સમાં અંગ્રેજી સાથેનો સંઘર્ષ બતાવાયો છે. અમે બોલિવૂડ સેલેબ્સને એ પૂછ્યું હતું કે રિજનલ બેકગ્રાઉન્ડમાંથી આવતાં હોય ત્યારે કેવું લાગે છે.? બોલિવૂડમાં ટકી રહેવા માટે કોઇને ફોરેન લેંગ્વેજ ના આવડતી હોય તો? આ જ અંગ્રેજી સાથેના જ પોઇન્ટ ઓફ વ્યૂ વિશે સુનિલ શેટ્ટી સાથે વાત કરી હતી. સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, 'તે જરૂરી નથી કે તમને અંગ્રેજી આવડતું જ હોય પરંતુ જો તમારે એક્ટિંગ ફિલ્ડમાં આગળ આવવું હોય અને કમ્યુનિકેશન પ્રોસેસ આગળ વધારવી હોય તો હિંદી આવડવું ફરજિયાત છે.'
 
સારા એક્ટરને ભાષા ન નડવી જોઇએ
તેણે કહ્યું હતું કે,"હું સાઉથ ઇન્ડિયન ફેમિલીમાંથી આવું છું. હું ઘરે રિજનલ લેંગ્વેજ જ બોલું છું. હું અનેકવાર ગ્રેમરને લઇને અનેક ભૂલ કરૂં છું. પરંતુ મારી હંમેશા કોશિશ રહેતી હોય છે કે હું મારી ભૂલ સુધારૂં. સારો એક્ટર ત્યારે જ બની શકાય છે જ્યારે તમારા માટે ભાષાની કોઇ અડચણ ના આવે. 'બાહુબલી'નું જ ઉદાહરણ લઇ લો. તે એક તેલુગુ ફિલ્મ છે. પરંતુ તેણે તમામ સરહદો ઓળંગીને દરેક લોકો સુધી પહોંચી હતી.મહત્વકાંક્ષી એક્ટર્સને લેંગ્વેજની કોઇ મુશ્કેલી નડવી ના જોઇએ."
 
સુનિલે નથી લીધી કોઇ એક્ટિંગ ટ્રેનિંગ
-ટાટાના આ કાર્યક્રમથી વ્યૂઅર્સ ઘરે બેસીને જ એક્ટિંગના લેસન જાણી શકશે. આ નવા એક્ટર બનતા લોકોને ખૂબ મદદ કરશે. જ્યારે અમે સુનિલને પૂછ્યું કે તમે ક્યાંથી એક્ટિંગ શીખ્યા છો ત્યારે તેણે જણાવ્યું હતું કે,"મેં કામ કરતા કરતા જ એક્ટિંગ શીખી હતી. મેં એક્ટિંગમાં કોઇ પ્રોપર ટ્રેનિંગ મેળવી નથી. જ્યારે મારી પહેલી ફિલ્મ રીલિઝ થઇ હતી ત્યારે મને એક્ટર તરીકે રિજેક્શન મળ્યું હતું. ત્યારે હું ખૂબ અપસેટ થયો હતો. હું ખૂબ રડ્યો હતો. પરંતુ મારા નસીબ સારા હતાં કે, ફિલ્મ સફળ રહી હતી અને આ જ કારણથી અન્ય ફિલ્મ્સની ઓફર મળી હતી."
-હું નસીબદાર છું કે મને મહેનત કરનાર એક્ટર્સ જેમ કે અમિતજી (અમિતાભ બચ્ચન), ચીચી (ગોવિંદા), સની પાજી (સની દેઓલ) વિનોદજી (ખાન), શત્રુજી (શત્રુઘ્ન સિંહા) સાથે કામ કરવા મળ્યું. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.
 
એક્ટિંગ તૈયારીમાં બિઝી છે બાળકો
હાલ સુનિલ શેટ્ટીએ રિયાલિટી શો 'અસલી ચેમ્પિયન.. હૈ દમ'થી નાના પડદે કમબેક કર્યું છે. તેની દીકરી અથિયા શેટ્ટી અને દીકરો અહાન શેટ્ટી બોલિવૂડમાં કરિયર બનાવવામાં મહેનત કરી રહ્યા છે. અથિયા 'મુબારકા'માં બિઝી છે તો અહાન સાજીદ નડિયાદવાલાના વેન્ચરથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જ્યારે આ બન્નેની ટ્રેનિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુનિલે જણાવ્યું કે,"અથિયાએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે. જ્યારે તે મુંબઇ પરત ફરી ત્યારે તેણે મુકેશ છાબરા (કાસ્ટિંગ ડિરેક્ટર)નો વર્કશોપ એટેન્ડ કર્યો હતો. અહાન હાલ ટ્રેનિંગ લઇ રહ્યો છે અને તે લંડનમાં છે. તેણે સ્કૂલમાં અનેક સ્ટેજ શો અને નાટકો કર્યા છે."
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actor Suniel Shetty Says Hindi Is Very Important in Bollywood
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended