Home »Gossip» Bollywood King Khan Set To Buy Another T20 Team

ક્રિકેટની બીજી ટીમ ખરીદવાની તૈયારીમાં 'કિંગ ખાન', આ રીતે કરે છે કરોડોની કમાણી

divyabhaskar.com | Jun 11, 2017, 13:04 PM IST

  • કોલકાતા નાઇટ રાઇડર્સની ટ્રોફી સાથે શાહરૂખ (ફાઇલ)
મુંબઇઃ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મનું ટાઇટલ નક્કી થઇ ગયું છે. આ ફિલ્મનું ટાઇટલ 'જબ હેરી મેટ સેજલ' રાખવામાં આવ્યું છે. બોલિવૂડમાં શાહરૂખ ચિક્કાર સફળતા મેળવીને છવાયો છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે શાહરૂખ સંઘર્ષ કરતો હતો. કોઇ ગોડફાધર વગર સફળતા મેળવનાર એક્ટર્સમાં શાહરૂખની ગણના થાય છે. શાહરૂખ એક્ટર તો છે જ ઉપરાંત તેમાં બિઝનેસમેનની પણ સ્કિલ રહેલી છે. તે આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સનો તો માલિક છે જ આ ઉપરાંત તે ટૂંક સમયમાં જ ક્રિકેટની બીજી ટીમનો માલિક બનશે.
 
બિઝનેસમેન તરીકે પણ સફળ છે શાહરૂખ
-શાહરૂખ ખાન એવો એક્ટર છે. જે ભારત ઉપરાંત વિદેશમાં પણ મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. તેની ફોરેન ટૂર દરમિયાન ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે.
-શાહરૂખ બિઝનેસમેન તરીકે પણ પોતાનું એમ્પાયર ઉભું કરવામાં ખૂબ સફળ રહ્યો છે. શાહરૂખ ફિલ્મ્સ પણ પ્રોડ્યુસ કરે છે અને તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ (CPL)નો માલિક છે.
 
સાઉથ આફ્રિકન લીગમાં ખરીદશે ટીમ
-સૂત્રોએ દ્વારા મળતી માહિતી અનુસાર હવે તે સ્પોર્ટ્સમાં જ પોતાની એક નવી ટીમ સાથે જોવા મળશે. શાહરૂખ ક્રિકેટની જ એક ટીમ ખરીદવા જઇ રહ્યો છે અને તે માટે તેણે પ્રોસેસ પણ શરૂ કરી છે.
-શાહરૂખ સાઉથ આફ્રિકન લીગમાં પોતાની એક ટીમ ખરીદવાનો છે. આ માટે તેણે બોલી પણ લગાવી છે.
-જ્હોનિસબર્ગમાં ઠેરઠેર શાહરૂખના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) માટે પ્રમોશનની આ સારી તક છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો કઇ ટીમ ખરીદશે શાહરૂખ અને કેવી રીતે કરે છે કરોડોની કમાણી....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood king khan Set To Buy Another T20 Team
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended