Home »Gossip» Ibrahim Khan Attend Arbaaz Khan 50th Birthday Party

સલમાનની Ex-ભાભીએ કેમ પાડી કરિનાના સાવકા દીકરાના નામની બૂમો...

divyabhaskar.com | Aug 08, 2017, 16:26 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અરબાજ ખાને તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. પાર્ટીમાં કરિનાનો સાવકો તથા સૈફનો દીકરો ઈબ્રાહિમ પણ આ પાર્ટીમાં જોવા મળ્યો હતો.

મલાઈકાએ પાડી બૂમોઃ
ઈબ્રાહિમ અલી ખાન નેવી બ્લૂ ટી-શર્ટમાં સ્ટાઈલિસ્ટ લાગતો હતો. ઈબ્રાહિમ પાર્ટીમાં એકલો જ આવ્યો હતો. જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે ઈબ્રાહિમ વેન્યૂ પ્લેસમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે મલાઈકાએ ઈબ્રાહિમના નામની બૂમો પાડી હતી. 

આ કારણે રોક્યોઃ
મલાઈકાએ ઈબ્રાહિમને રોક્યો હતો અને તેને કાર સુધી મૂકવા ગઈ હતી. મલાઈકા સ્ટાર કિડ ઈબ્રાહિમને લઈ ઘણી જ પ્રોટેક્ટિવ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં જ સુહાના ખાન ફોટોગ્રાફર્સ વચ્ચે ઘેરાઈ ગઈ હતી અને તેને કારણે તે ઘણી જ અસહજ બની ગઈ હતી. મલાઈકા, ઈબ્રાહિમને પાપારાઝી બચાવવા માંગતી હતી અને તેથી જ તે જાતે કાર સુધી મૂકવા ગઈ હતી. નોંધનીય છે કે કરિના તથા મલાઈકા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તેથી જ મલાઈકાએ ઈબ્રાહિમનું ખાસ ધ્યાન રાખ્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અરબાઝના જન્મદિવસની 50મી બર્થડે પાર્ટી......)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ibrahim khan attend arbaaz khan 50th birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended