Home »Gossip» Actress Pooja Batra Help Akshay Kumar To Built His Career

અક્ષયનું કરિયર બનાવવામાં આ એક્ટ્રેસે કરી મદદ, હવે કરી રહી છે સમાજસેવા

divyabhaskar.com | Apr 19, 2017, 08:03 AM IST

  • જ્યારે અક્ષય બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે પૂજા સ્ટાર હતી
મુંબઇઃ તાજેતરમાં જ 64મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ હતી. જેમાં 'રૂસ્તમ' માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. એક ચર્ચા મુજબ અક્ષય કુમારને ફિલ્મ '2.0' માટે ફી તરીકે 40 કરોડ રૂપિયા મળ્યા છે. હાલ અક્ષય કુમાર ભલે બોલિવૂડનો સ્ટાર હોય પરંતુ જ્યારે તે કરિયરની શરૂઆતમાં હતો ત્યારે અફેરના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. 90ના દશકમાં 'વિરાસત'ની એક્ટ્રેસ પૂજા બત્રાનો સિતારો ચમકતો હતો ત્યારે અક્ષય સાથે તેનું અફેર ચર્ચામાં હતું. આ સમયે અક્ષય ઇન્ડસ્ટ્રિમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરતો હતો. એવું  પણ કહેવાય છે કે અક્ષયની કરિયર બનાવવામાં પૂજાનો પણ મહત્વનો રોલ હતો.
 
અક્ષયની કરિયર બનાવવામાં કરી મદદ
-મોડલિંગ બાદ ‘વિરાસત’ ફિલ્મથી પૂજાએ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની હતી. પૂજા બત્રાએ સલમાન ખાન, સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ગોવિંદા જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અક્ષય કુમાર સાથે તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું
-આ બન્નેના રિલેશનશીપની ચર્ચા બોલિવૂડમાં ખૂબ થતી હતી. પૂજા બત્રા અને અક્ષય કુમારને આ વાતથી કોઇ ફરક પડતો ના હતો. આ બન્ને એકબીજા પર ફિદા હતાં. એવું કહેવાય છે કે તે સમયે પૂજા ટોપ એક્ટ્રેસ હતી જ્યારે અક્ષય બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પૂજાએ અક્ષયનું કરિયર આગળ વધારવામાં મદદ કરી હતી.
-પરંતુ આ બન્નેની રિલેશનશીપ લાંબી ચાલી ના હતી. અક્ષયનું અન્ય એક્ટ્રેસ સાથે અફેર હોવાના કારણે પૂજા અને અક્ષયનું બ્રેકઅપ થયું હતું.
 
મિસ ઇન્ડિયા-એશિયા પેસેફિક રહી ચૂકી પૂજા બત્રા
-90ના દશકમાં જે સમયે જુહી ચાવલા, રવિના ટંડન, માધુરી દીક્ષિત અને શિલ્પા શેટ્ટી જેવી એક્ટ્રેસિસનું રાજ હતું ત્યારે બોલિવૂડમાં આવ્યા પહેલા જ પૂજા બત્રાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું.
-મિસ ઇન્ડિયા-એશિયા પેસિફિક રહી ચૂકેલી પૂજા બત્રાએ 'વિરાસત'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં પૂજા સાથે તબુ જેવી મંજાયેલી એક્ટ્રેસ પણ હતી. આ ફિલ્મમાં પૂજાનો નાનો રોલ હતો પરંતુ તે લોકોના ધ્યાનમાં આવી હતી.
 
હવે કરે છે સમાજસેવા
-આજે પૂજા એક્ટિંગની દુનિયાથી ખાસ્સી દૂર છે અને સમાજ સેવિકા તરીકે કામ કરી રહી છે. પૂજા બત્રાએ મુક્તિ ફાઉન્ડેશન દ્વારા બેઘર બાળકોની મદદ કરે છે. આ ઉપરાંત કાશ્મીરમાં ઘાયલ સૈનિકોની પણ મદદ કરી હતી.
-પૂજા બત્રા ગરીબ બાળકો માટે ફંડ એકઠું કરે છે અને તેની મદદ કરે છે. પૂજા બત્રા પોતાના આ કામથી ખૂબ ખુશ છે અને તે અવારનવાર જાહેર ઇવેન્ટમાં પણ જોવા મળે છે.
 
 
પિતા આર્મી ઓફિસર તો માં રહી ચૂકી છે મોડલ
-પૂજા બત્રાનો જન્મ 27 ઓક્ટોબર 1976ના રોજ ઉત્તરપ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. પૂજા બત્રા આર્મી ફેમિલીમાંથી આવે છે. તેના પિતા રવિ બત્રા આર્મીના રિટાયર્ડ કર્નલ છે તો તેની માં નીલમ બત્રા મોડલ રહી ચૂકી છે.
-1993માં મિસ ઇન્ડિયા બનેલી પૂજા બત્રાનો ઓછા સમયમાં ટોપ સુપરમોડલમાં સમાવેશ થયો. તેણે દેશ-વિદેશમાં 250 કરતાં વધુ ફેશન શો કર્યાં.
-પૂજાની પંજાબી ભાષા પણ સારી છે. એક ઇન્ટરવ્યૂમાં પૂજાએ જણાવ્યું હતું કે તે પાઇલોટ અથવા ડોક્ટર બનવા ઇચ્છતી હતી. પરંતુ પૂણેમાં ગ્રેજ્યુએશનના પહેલા વર્ષે જ તેણે મિસ ઇન્ડિયા કોમ્પિટિશન માટે ફોર્મ ભર્યું અને તેના માટે પસંદ કરવામાં આવી. આ રીતે તે મોડલિંગમાં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,પૂજા બત્રાના અન્ય Photos....
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Pooja Batra Help Akshay kumar to built his career
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended