Home »Gossip» Life Of Veteran Actress Reema Lagoo

રીમા લાગુ લગ્નના થોડાં સમયમાં જ પતિથી થયા'તા અલગ, મળો દીકરી-જમાઈને

divyabhaskar.com | May 18, 2017, 13:24 PM IST

  • દીકરી મૃણમયી સાથે રીમા લાગૂ, રીમા લાગૂ મોટેભાગે મધરના રોલમાં જોવા મળી છે
મુંબઇઃ બોલિવૂડની પીઢ એક્ટ્રેસ રીમા લાગૂનું આજે વહેલી સવારે 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વહેલી સવારે તેમનું નિધન થયું હતું. 21 જૂન 1958ના રોજ જન્મેલી રીમા લાગૂએ અનેક સીરિયલ્સ તેમજ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. રીમાએ મરાઠી એક્ટર વિવેક લાગૂ સાથે લગ્ન કર્યા હતાં. જોકે, તેઓના લગ્ન લાંબા ટક્યા ના હતાં અને ટૂંક સમયમાં જ એકબીજાથી અલગ થયાં હતાં. આ કપલને એક દીકરી છે જેનું નામ મૃણમયી છે.
 
લગ્નના ટૂંક સમયમાં જ અલગ થયા વિવેક-રીમા
- રીમાનો ઉછેર એક ટ્રેડિશનલ મરાઠી છોકરીની જેમ જ થયો હતો. રીમાનું અસલી નામ ગુરિંદર ભદભદે હતું. મરાઠી એક્ટર વિવેક લાગૂ સાથે લગ્ન કર્યા પછી તેણે પોતાનું નામ બદલીને રીમા કર્યું હતું.
-વિવેક લાગૂ એક મરાઠી એક્ટર છે આ સાથે જ તેણે ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે.
-રીમા અને વિવેકનું કરિયર સપોર્ટિંગ એક્ટર્સ તરીકે ખૂબ સફળ રહ્યું પરંતુ આ બન્નેના લગ્ન સફળ રહ્યા નહોતા. લગ્ન થયાના થોડા સમય પછી આ બન્ને એકબીજાથી અલગ થયાં હતાં. અલગ થયા પછી બન્ને એકલા રહેતા હતાં.
 
દીકરી પણ છે ફિલ્મ એક્ટ્રેસ
-રીમાને એક દીકરી પણ છે જેનું નામ મૃણમયી છે. મૃણમયી થિયેટર ડિરેક્ટર અને ફિલ્મ એક્ટ્રેસ છે. તેણે ભરતનાટ્યમ, જાઝ અને સાલ્સા જેવા ડાન્સમાં પણ ટ્રેનિંગ લીધેલી છે.
 -મૃણમયીએ એડવર્ટાઇઝમેન્ટ અને માસ કમ્યુનિકેશનમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. બોલિવૂડમાં 'હેલો ઝિંદગી' તેની ડેબ્યૂ ફિલ્મ હતી. તેણે સુપરહિટ ફિલ્મ '3 ઇડિયટ્સ'માં પણ કામ કર્યું છે. મૃણમયીએ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર વિનય વૈકુલ સાથે લગ્ન કર્યા છે. હાલ તે દુબઇ રહે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો રીમા લાગૂની બોલિવૂડ સફર અને લાઇફ વિશે...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life of Veteran Actress Reema Lagoo
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended