Home »Gossip» Shashi Kapoor Wife Jennifer Kendal Sold Belongings To Help Husband

આર્થિક તંગીથી આવી પડી'તી મુશ્કેલીઓ, આ વ્યક્તિએ સામાન વેચી કરી'તી મદદ

divyabhaskar.com | Dec 05, 2017, 18:14 PM IST

  • શશિ કપૂર

મુંબઈઃચહેરાની રોનક, શાહી અંદાજ અને ચાર્મને જોતા જ સૌ કોઈને શશિ કપૂરની યાદ આવી જાય છે. તેના જેવો ચાર્મ આજ સુધી કોઈ પાસે નથી. આજે શશિ કપૂર આપણી વચ્ચેથી ભલે વિદાય લઈ ચૂક્યા હોય પણ, આપણી યાદોમાં તે હંમેશા જીવંત રહેશે.


લાંબા સમયથી બીમાર હતા શશિ કપૂર

4 ડિસેમ્બરની સાંજે દુનિયાને અલવિદા કહેનારા શશિનું 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. શશિ કપૂરે કોકીલા બહેન ધીરુ ભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તે ઘણા વર્ષથી કિડનીની બીમારી પીડિત હતા અને ડાયાલિસિસ પર હતા.

 

કોઈમાં નથી શશિ કપૂરની આ ખૂબી


60 અને 70ના દાયકામાં હિન્દી સિનેમા પર રાજ કરનારા શશિ કપૂરે પોતાની કરિયરમાં લગભગ 160 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ફિલ્મ જગતને બાય બાય કર્યું હતું. પરંતુ તેના જેવો અલગ અંદાજ કોઈમાં જોવા મળ્યો નહીં.

 

શશિ કપૂર પોતાના જમાનાના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંના એક હતા. તે એક સાથે 6 થી 7 ફિલ્મ્સમાં કામ કરતા હતા. ઘણીવાર તો તેને મળવું પણ મુશ્કેલ બની જતું હતું.

પરંતુ એક સમય એવો પણ આવ્યો કે, તેની કરિયરનો ગ્રાફ ઢળવા લાગ્યો હતો.

 

પત્નીને વેચવો પડ્યો હતો સામાન

60ના દાયકામાં એક તરફ જ્યાં તે જમાનામાં શશિ કપૂરે એક બાદ એક હિટ ફિલ્મ્સ આપી હતી. તો બીજી તરફ તે દાયકામાં જ શશિના ખરાબ દિવસો પણ આવ્યા. તે જમાનામાં શશિ કપૂરને કામ મળવું બંધ થઈ ગયું. આ કારણે શશિ કપૂર અને તેના ફેમિલી પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો.

 

આ વાતનો ઉલ્લેખ શશિ કપૂરના દિકરા કુણાલ કપૂરે વર્ષો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 60ના દાયકાના તે ખરાબ સમયની વાત કરતા કુણાલ કપૂરે કહ્યું હતું કે, ' 60ના દાયકામાં મારા પિતાજીને કામ મળવું બંધ થઈ ગયું. તેમણે પોતાની સ્પોર્ટ્સ કાર પણ વેચી દીધી હતી. અમારી પાસે પૈસા ના હોવાથી માએ પોતાનો સામાન વેચવાનું શરૂ કર્યું.

 

તે એવા દિવસો હતા, જેમાં શશિ કપૂર, તેની પત્ની જેનિફર કેન્ડલ અને બાળકોની જિંદગીને બદલીને રાખી દીધી હતી.

 

આગળ જાણો શશિ કપૂર અંગેની વધુ રસપ્રદ વાતો

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shashi kapoor wife jennifer kendal sold belongings to help husband
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended