Home »Gossip» An Excited Kunal Khemu Opens Up About Sohas Pregnancy

પતિ બોલ્યો-હાશ! પ્રેશર હોવાથી અંતે પ્રેગ્નન્ટ થઈ સોહા

divyabhaskar.com | Aug 11, 2017, 16:27 PM IST

  • પતિ કુણાલ ખેમુ સાથે સોહા અલી ખાન
મુંબઈઃ થોડા સમય પહેલા કુણાલ ખેમુ અને સોહા અલી ખાને પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા હોવાની જાહેરાત કરી હતી. સોહા વર્ષના અંત સુધીમાં બાળકને જન્મ આપશે. બન્નેના લગ્નને થોડા વર્ષ વીતી ચૂક્યા હતા. પરંતુ હમણા સુધી તેમણે બાળકને લઈ કોઈ પ્લાનિંગ કર્યું નહોતું. પરંતુ હવે તેમના ઘરે નવા મહેમાનનું આગમન થવાની તૈયારીઓ થઈ ચૂકી છે. જેને લઈને તાજેતરમાં કુણાલ ખેમુએ કહ્યું કે, તેમની આસપાસના તમામ લોકોને બાળક હોવાથી, તે સંતાનને લઈ પ્રેશરમાં હતો. થેંક ગોડ, હાશ થઈ ગયું
 
'ગોલમાલ અગેન'ના સેટ પર એક વાતચીત દરમિયાન કુણાલે જણાવ્યું હતું કે,''હાલ બાળકોની ભીડ જામી છે. સૈફને બેબી છે અને મારા ઘણા મિત્રોને પણ બાળકો છે. આથી ઘણું પ્રેશર હતું અને જે અંતે હળવું થયું છે. મને થેંક ગોડ થઈ ગયું હોવાનો અહેસાસ થયો. હાલ હું ખૂબ જ ખુશ છું. તમામ લોકો કહેતા હતા કે, હવે તારો વારો છે અને હું ઘણીવાર વિચારતો હતો કે, તેઓ આમ કેમ કહી રહ્યા હતા, આ કંઈ ટિકીટ્સ નથી વેચવાની.પરંતુ હું ખુશ છું, તે યોગ્ય સમયે બની ગયું છે અને બન્ને તેના માટે તૈયાર હતા. ''
 
પિતા બનવાની નથી જોઈ શકતો રાહ
પિતા બનવા જઈ રહેલા કુણાલે કહ્યું કે,''કેવી ફીલિંગ આવે છે તેની મને ખબર નથી. હું ખરેખર એક્સાઈટેડ છું. પરંતુ હતોત્સાહીત નથી. ઘણા લોકો કહે છે કે, તું નર્વસ અને એક્સાઈટેડ છો. તારી ઉંઘ હરામ કરતી રાતો રસ્તામાં રસ્તામાં જ છે. પરંતુ મને એવું લાગતું નથી. હવે હું પિતા બનવાની વધુ વાર જોઈ શકું તેમ નથી. બોય હશે કે ગર્લ તે અંગે કંઈ જાણતો નથી. પરંતુ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ''
 
આગળની સ્લાઈડ્સમાં સોહા અને કુણાલના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: an excited Kunal Khemu opens up about sohas pregnancy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended