Home »Gossip» Reason Behind The Rajiv Rai And Sonam Murad Split And Married Again

આ કારણે તૂટ્યા 'ત્રિદેવ' ફેમ સોનમના પહેલા લગ્ન, પૂર્વ પતિથી હતી 19 વર્ષ નાની

divyabhaskar.com | Apr 21, 2017, 11:37 AM IST

  • બીજા પતિ ડૉક્ટર મુરલી સાથે સોનમ અને ઈન્સેટમાં પૂર્વ પતિ રાજીવ રાય
મુંબઈઃ તાજેતરમાં એક સમયની જાણીતી એક્ટ્રેસ અને 'ત્રિદેવ'થી પોપ્યુલર થયેલી સોનમે બીજા લગ્ન કર્યા છે. આ પહેલા તેણે 19 વર્ષ મોટા ફિલ્મ મેકર રાજીવ રાય સાથે લગ્ન કર્યા હતા. જોકે તેની સાથે ડિવોર્સ લીધા બાદ તેણે ડૉક્ટર મુરલી પોદુવાલ સાથે લગ્ન કર્યા છે. જોકે તેના રાજીવ સાથેનું લગ્ન જીવન શા માટે તૂટ્યું તે અંગે સૌ કોઈને સવાલ થઈ રહ્યો છે. આ અંગે એક અંગ્રેજી વેબપોર્ટલે આ કપલની નિકટ રહેલા સૂત્રને ટાકીને તેના લગ્ન જીવનમાં કઈ રીતે ખટાશ આવી તે અંગે લખ્યું છે કે,''આ લગ્ન તો 20 વર્ષ પહેલા જ તૂટી ગયા હતા ''. બાળપણથી જ અલગ દુનિયામાં રહેતો રાજીવ
 
આ એક્સ કપલના ફ્રેન્ડે આ લગ્ન તૂટવા માટે માત્ર એકલા રાજીવને જવાબદાર ઠેરવ્યો છે. તેણે વેબપોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે''રાજીવ બોર્ડીંગ સ્કૂલમાં મોટો થયો છે, બોર્ડીગમાંથી આવ્યા બાદ તે સાવ અલગ જ બાળક બની ગયો હતો. તેની કોઈ ચિંતા નહોતી પણ તે દુનિયાથી સાવ અલગ જ પડી ગયો હતો. તે તેના ફ્રેન્ડની પણ નજીક જઈ શકતો નહોતો. ''
 
સોનમને આપતો ભાગ્યે જ સમય

તે આગળ કહે છે''સોનમ સાથે લગ્ન કર્યા બાદ પણ આવુ જ બન્યું હતું, તે સાવ એકલો રહેતો હતો અને પોતાની દુનિયામાં જીવતો હતો. જેને કારણે સોનમને લાગ્યું કે, તે તેની અવગણના કરે છે. તેની નજીકના લોકો તો એમ પણ કહે છે કે આ લવ મેરેજ કેવી રીતે થયા હતા. રાજીવ તેની સાથે ક્યારેક જ ક્વોલિટી ટાઈમ વિતાવતો હતો. માત્ર એટલું જ નહીં, જ્યારે તેના દીકરા ગૌરવનો જન્મ થયો ત્યારે પણ રાજીવ ભાગ્યે જ તેની પાસે રહેતો હતો.  ''
 
મુંબઈમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવા કરતો મથામણ
રાજીવ ક્યાં જતો હતો તે સવાલનો જવાબ આપતા કહ્યું કે,''તે ફિલ્મ બનાવવા માગતો હતો. તે તેને(સોનમ) સ્વિત્ઝર્લેન્ડમાં છોડીને મુંબઈ આવતો રહેતો અને વર્ષનો માટા ભાગનો સમય મુંબઈમાં પસાર કરતો હતો'' તે આગળ કહે છે ''અમુક ચોક્કસ સમય બાદ તે નાસીપાસ થવા લાગ્યો. ફિલ્મ ઈન્ડસ્ટ્રી બદલાઈ ગઈ હતી. તે નવી રીતભાત સાથે ફિટ બેસતો નહોતો. સ્ટુડિયો કલ્ચર શરૂ થઈ ગયું હતું, તેઓ ટોચના એક્ટર્સને લાવી શકે એવા ડિરેક્ટર્સ સાથે જ કામ કરવા માગતા હતા.ત્યાર બાદ તેની તેના પર ખૂબ અસર થવાની શરૂઆત થઈ અને તેની પર્સનલ લાઈફને પણ નુકસાન થયું ''
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સોનમ શા માટે ગઈ પુડ્ડચેરી, બીજા પતિને ક્યારે મળી, 16 વર્ષે રીશી સાથે ઈન્ટિમેટ સીન્સ આપવા અને ફિલ્મ કરિયર અંગેની બીજી વાતો
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reason behind the rajiv rai and sonam murad split and Married Again
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended