Home » Gossip» Padmavati is a most awaited film this year

'પદ્માવતી' પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા, બની છે આવી ભવ્ય ને આલીશન, Pics

divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 04:11 PM IST

સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવતી' વર્ષની મોસ્ટ એવેઈટેડ ફિલ્મમાંથી એક છે.
  • 'પદ્માવતી' પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા, બની છે આવી ભવ્ય ને આલીશન, Pics
    'પદ્માવતી' પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા, બની છે આવી ભવ્ય ને આલીશન, Pics
    મુંબઈઃ સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવતી' વર્ષની મોસ્ટ એવેઈટેડ ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલિઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રીલિઝ થતાં જ એક દિવસમાં 16 મિલિયન વ્યૂઝ મળ્યાં હતાં. આ ફિલ્મને લઈ ચાહકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું બજેટ પણ વધી ગયું છે.

    200 કરોડમાં બની ફિલ્મઃ
    શરૂઆતમાં આ ફિલ્મનું બજેટ બહુ વધારે નહોતું. જોકે, ભવ્ય સેટ તથા જ્વેલરી, આઉટફિટને કારણે આ ફિલ્મનું બજેટ વધીને 200 કરોડને આંબી ગયું છે. જોકે, હજી પ્રમોશનમાં કેટલો ખર્ચ કરવામાં આવશે, તે નક્કી છે. એટલે બજેટ હજી પણ વધે તેવી શક્યતા છે.

    ફિલ્મના ટ્રેલરમાં છે આ ખાસ વાતઃ
    ટ્રેલરની શરૂઆતમાં ચિત્તોડના કિલ્લામાં રાણી પદ્માવતી તથા રાજા રતન સિંહ જોવા મળે છે. રતન સિંહ કહે છે, ''ચિંતા કો તલવાર કી નોક પર રખે વો રાજપૂત, રેત કી નાવ લેકર સમંદર સે શર્ત લગાયે વો રાજપૂત ઔર જિસકા સર કિટે ફિર ભી ધડ દુશ્મન સે લડતા રહે વો રાજપૂત...'' અલાઉદ્દિનના લુકમાં રણવિર જબરજસ્ત લાગી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં 'રાણીસા' સોંગ છે. આ સમયે પદ્માવતી કહે છે, ''રાજપૂતી કંગન મેં ભી ઉતની હી તાકત હૈં, જીતની રાજપૂતી તલવાર મૈં..'

    13.03 વાગે રીલિઝ થયું ટ્રેલરઃ
    બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'પદ્માવતી'નું ટ્રેલર 9 ઓક્ટોબરના રોજ બપોરે 13.03 વાગે રીલિઝ થયું છે. આ સમય પર રીલિઝ કરવાનું ખાસ કારણ છે. ઈસ 1303માં દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કરવાની શરૂઆત કરી હતી. ફિલ્મના સેટ ઘણાં જ ભવ્ય છે. ટ્રેલરમાં રાણી પદ્માવતી, રાજા રતન સિંહ તથા અલાઉદ્દીન જોવા મળે છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.

    20 કિલોનાં પહેર્યાં ઘરેણાં:
    ફિલ્મમાં દીપિકા ઘણી જ સુંદર લાગી રહી છે. તેણે આ લુક માટે ઘણી જ મહેનત કરવી પડી હતી. દીપિકાએ 20 કિલોના ઘરેણાં પહેર્યાં હતાં. તેના કપડાં પણ વજનદાર છે. જરીવર્કને કારણે કપડાંનું વજન વધી ગયું હતું. દીપિકાએ આટલા વજનદાર કપડાં તથા ઘરેણાં સાથે આખો દિવસ શૂટ કર્યું છે.

    તૈયાર થતાં લાગતો એક કલાકઃ
    દીપિકા આ ફિલ્મમાં રાણી પદ્માવતીના રોલમાં છે. પદ્માવતીના ગેટ-અપમાં આવતા દીપિકાને એક કલાક જેટલો સમય લાગતો. દીપિકાનો આ લુક રાજસ્થાનની મહારાણીઓને મળતો આવે છે. ચર્ચા છે કે રાણી પદ્માવતીના મોટાભાગના ચિત્રોમાં તે યુનીબ્રો સાથે જોવા મળે છે.
    (જુઓ, 'પદ્માવતી'ની ખાસ તસવીરો....)
No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Padmavati is a most awaited film this year
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top