Home »Gossip» Ananya Birla Is A Famous As Singer

મુકેશ અંબાણીની ઈશાને Style ને Fashionમાં ટક્કર આપે છે બિરલાની આ દીકરી

divyabhaskar.com | Nov 16, 2017, 16:23 PM IST

મુંબઈઃહોલિવૂડ એક્ટ્રેસ હેલી બેરી જ્યારે મુંબઈ આવી હતી ત્યારે તે બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા તથા અનન્યા બિરલાને મળી હતી. અનન્યા બિરલા કુમાર મંગલમ બિરલાની દીકરી છે. અનન્યા બિરલા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીને ફેશનના મામલે ટક્કર આપે છે. 


પિતા કરતાં અલગ ફિલ્ડઃ
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યાએ પિતાની જેમ બિઝનેસ નહીં પરંતુ અલગ જ ફિલ્ડ પસંદ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસમેનના સંતાનો બિઝનેસ જ જોઈન કરતાં હોય છે. જોકેસ અનન્યાએ કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું. પહેલી માર્ચ, 2013ના રોજ પોતાની કંપની 'સ્વતંત્ર માઈક્રોફાઈનાન્સ' લોન્ચ કરી હતી. આ સમયે અનન્યાની ઉંમર માત્ર 17 વર્ષ હતી. અનન્યાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અનન્યાએ તાજેતરમાં જ ગ્લોબલ સિટીઝન ઈવેન્ટમાં પર્ફોમ કર્યું હતું.


મ્યૂઝિકનાં પેશને બનાવી ઈન્ટરનેશનલ સ્ટારઃ
અબજપતિ બિઝનેસ ટાયકૂનની આ સ્ટાઈલિશ દીકરી ફેશન વર્લ્ડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. તેણે Vogue, Hello જેવા અનેક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે પોતાની બૉડી પર પાંચ ટેટુ ત્રોફાવ્યા છે. અનન્યાને સંગીતમાં ઘણો જ રસ છે. હાલમાં જ તેનું પહેલું ઈન્ટરનેશનલ આલ્બમ 'Livin' The Life' લોન્ચ થયું હતું. આ આલ્બમને જીમ બેન્ઝે પ્રોડ્યુસ કર્યું હતું. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં સમયે જ અનન્યાએ લાઈવ શોમાં ગિટાર વગાડવાની સાથે સિગિંગની શરૂઆત કરી હતી. બે વર્ષની અંદર 70થી વધુ લાઈવ શો પર્ફોમ કર્યાં છે. અનન્યાનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ જોવામાં આવે તો તે બોલિવૂડ સ્ટાર-કિડ્સ કરતાં ઘણી જ સ્ટાઈલિશ લાગે છે.


(જુઓ, અનન્યા બિરલાની ખાસ તસવીરો....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ananya birla is a famous as singer
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended