Home »Gossip» Salman And Shah Rukh Name And Photos In Honeypreet Secret Diary

હનીપ્રીતની Secret ડાયરીમાં મળ્યું સલમાનનું નામ, આવો રાખ્યો'તો ફોટો

divyabhaskar.com | Sep 08, 2017, 11:52 AM IST

  • સલમાન ખાન અને હનીપ્રીતસિંહ
રોહતકઃ બે સાધ્વી સાથેના દુષ્કર્મ મામલે 20 વર્ષની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમની કથિત દીકરી હનીપ્રીતને લઈ એક ખુલાસો થયો છે. એક ટીવી ચેનલના હાથમાં હની પ્રીતની 19 વર્ષ જુની ડાયરી લાગી છે. જેમાં તેણીએ પોતાના દિલની વાતો લખી છે. ખાસ વાત તો એ છે કે, આ સિક્રેટ ડાયરીમાં હનીપ્રીતનું બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથેનું એક ખાસ કનેક્શન બહાર આવ્યું છે. હનીપ્રીતની ડાયરીમાં સલમાન અને શાહરૂખનો ઉલ્લેખ...
 
-103 પેજની આ ડાયરીમાં હનીપ્રીતે શેર અને શાયરીઓ લખી છે. તેનાથી જાણવા મળે છે કે, તેના દિલમાં કેટલું દર્દ અને પ્રેમનો અહેસાસ હતો.
- હનીપ્રીતે આ ડાયરી હિંદી અને અંગ્રેજી એમ બન્નેમાં લખી છે. જેને તેણીએ હજુ સુધી સંભાળીને રાખી હતી.
- હનીપ્રીતની આ ડાયરી ખુલે છે ત્યારે તેમાના અનેક રહસ્યો સામે આવે છે. જે તેણે હજુ સુધી કોઈને જણાવ્યા નથી.
- હનીપ્રીતની આ પર્સનલ ડાયરીમાં વચ્ચે-વચ્ચે ફિલ્મી સોંગ્સ અને ડાયલોગ્સ પણ લખેલા છે.
સલમાન અને કાજોલની ફેન છે હનીપ્રીત
- ડાયરીના ચોથા પેજ પર બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'ના પોસ્ટર પર હતો તે ફોટો લાગેલો છે.
-હનીપ્રીત સલમાન ખાનને ટીનએજથી પસંદ કરતી હતી. તે જ તેનો સુપરસ્ટાર હતો.
-ડાયરી મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે, હનીપ્રીત સલમાનની દીવાની હતી. તે તે સમયે સલમાનની દરેક ફિલ્મ્સ જોતી હતી.
- માત્ર એટલું જ નહીં, હનીપ્રીતની આ સિક્રેટ ડાયરીમાં સલમાન સિવાય શાહરૂખ ખાન અને આમિર ખાનના ફોટો પણ લાગેલા છે.
- ડાયરીમાં ત્રણેય ખાન સિવાય એક્ટર ચંદ્રચૂડસિંહનો ફોટો પણ લાગેલો છે.
 
કાજોલ પર આમ હતી ફીદા
- ત્રીજા પેજ પર એક્ટ્રેસ કાજોલનો ફોટો લાગેલો છે. જેની ઉપર લખેલું છે HOW Sweet.
- કાજોલ સિવાય હનીપ્રીતની ડાયરીમાં તબુનો પણ ફોટો લાગેલો છે.
- ડાયરી મુજબ, હનીપ્રીત તે સમયની ટોચની તમામ એક્ટ્રેસિસની ફેન હતી.
- હનીપ્રીતની ડાયરીમાં આ એક્ટ્રેસિસના ફોટોઝ જોઈને એવું લાગે છે કે, તે પણ એક્ટ્રેસ બનવા માગતી હતી.
 
આગળ જુઓ હનીપ્રીતના બોલિવૂડ સેલેબ્સ સાથેના તેમજ બીજા અંગત ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman and shah rukh name and photos in honeypreet secret diary
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended