Home »Gossip» Kaipo Chhe Actress Amrita Puri And Imrun Sethis Wedding In Bangkok

બેંગકોકમાં થયા HDFCના ડિરેક્ટરની દીકરીના લગ્ન, અંદર હતી મસ્તી અને ઝાકઝમાળ

divyabhaskar.com | Nov 17, 2017, 11:12 AM IST

  • ડાબેથી પતિ અને ફેેમિલી મેમ્બર્સ સાથે અમૃતા પુરી

મુંબઈઃ10 નવેમ્બરના રોજ 'કાઈપો છે'માં ગુજરાતી યુવતીનો રોલ કરી જાણીતી બનેલી બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા પુરીએ બેંગકોકમાં લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ઈમરૂન સેઠી સાથે લગ્ન કર્યાં હતા. ઈમરૂન મુંબઈનો જાણીતો રેસ્ટોરર છે. આ લગ્નમાં અમૃતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સામેલ થયા હતા. જેમાં આયેશા ચોપરાથી લઈ સંધ્યા મ્રિદુલ અને સત્યદીપ સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે.
 
એચડીએફસી બેન્કના એમડીની દીકરી છે અમૃતા
અમૃતાનો જન્મ 20 ઓગસ્ટ, 1983ના દિવસે થયો હતો. અમૃતાના પિતા આદિત્ય પુરી એચડીએફસસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર છે. અમૃતાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ રાઇટિંગમાં કરિયર બનાવવાનું અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક વર્ષ સુધી ટોચની એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કોપી રાઇટિંગ કર્યું હતું અને સાથેસાથે લાઇફસ્ટાઇલ મેગેઝિનમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.  ત્યારબાદ તેણીએ પોતાનો પોર્ટફોલિયો બનાવ્યો, અને ફિલ્મ્સ તથા એડ ફિલ્મ્સ માટે ઓડિશન આપવાની શરૂઆત કરી દીધી હતી.
 
આ ફિલ્મ્સ અને એડમાં કર્યું કામ
ત્યારબાદ તેણે કોટેક્સ, પીપલ ફર્સ્ટ, ગાર્નિયર અને લોઓરેલ જેવી બ્રેન્ડ્સ માટે મોડલિંગ પણ કર્યું. અમૃતાને કેટલીક ફિલ્મ્સ માટે ઓડિશન આપ્યા બાદ અંતે ‘આયેશા’માં શેફાલી ઠાકુરનો રોલ મળ્યો. આ ફિલ્મ લેખિકા જેન ઓસ્ટીનની ‘એમ્મા’ પર આધારિત હતી. ત્યાર બાદ તે ‘બ્લડ મની’ અને ‘કાઇ પો છે’માં જોવા મળી હતી અને આ ફિલ્મોમાં પણ તેની એક્ટિંગના વખાણ થયા હતા.
 

આગળ જુઓ અમૃતા પુરીના લગ્નના અંદરના કેટલાક ફોટોઝ

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kaipo chhe actress amrita puri and Imrun sethis wedding in bangkok
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended