Home »Gossip» Salman Khan Said To Rashed, I Am Too Proud Of You Rasheed

15 વર્ષનો આ ટેણીયો જીવે છે કોઈને પણ ઈર્ષ્યા થાય તેવી વૈભવી Life

divyabhaskar.com | Aug 11, 2017, 13:14 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હાલમાં અબુધાબીમાં ફિલ્મ 'ટાઈગર જિંદા હૈં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગમાંથી બ્રેક લઈને સલમાન ખાન દુબઈના 15 વર્ષીય રાશેદ સૈફ બેલહાસાને મળ્યો હતો. રાશેદ મની કિક્સના નામથી સોશ્યિલ મીડિયામાં લોકપ્રિય છે.

કોણ છે રાશેદઃ
દુબઈના જાણીતા બિઝનેસ ટાઈકૂન સૈફ અહેમદ બેલહાસાનો પુત્ર રાશેદ છે. રાદેશ ડ્રિમ લાઈફ જીવી રહ્યો છે. તેના ઈન્સ્ટા એકાઉન્ટમાં 680k જેટલા ફોલોઅર્સ છે. 15 વર્ષીય રાશેદની લાઈફ જોઈને ભલભલાને ઈર્ષ્યા થાય તેમ છે. રાશેદની લક્ઝૂરિય લાઈફ છે અને તમામ સેલિબ્રિટીઝ તેની સાથે પોઝ આપે છે. કોઈ પણ સેલિબ્રિટી જ્યારે પણ અબુધાબી આવે એટલે રાશેદના મહેલ જેવડા ઘરની જરૂરથી મુલાકાત લે છે. રાશેદ પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. 

હાલમાં જ લીધી કરોડની ફેરારી
રાશેદના પિતાએ હાલમાં જ પોતાના આ દીકરા માટે ફેરારી લીધી હતી. આની કિંમત Dh953,580(અંદાજીત રૂપિયા. 1 કરોડ 66 લાખ) છે. રાશેદે પોતાની આ કારને Supreme x Louis Vuittonના લોગોથી ડેકોરેટ કરી છે. જોકે, હજી સુધી તેને ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું નથી પરંતુ તે આ નવી નક્કોર ફેરારીનો માલિક જરૂરીથી બની ગયો છે.

સલમાને કહી આ ખાસ વાતઃ
અબુ ધાબીમાં શૂટિંગ કરતો સલમાન ખાન પણ રાશેદને મળ્યો હતો. સલમાને ખાને રાશેદની નવી ફેરારીને લઈ કહ્યું હતું કે "I am too proud of you Rasheed. Way to go!". સલમાને રાશેદ સાથે પાણીપુરીની મજા માણી હતી. આ પહેલાં પણ મે, 2017માં સલમાન તથા રાશેદ એકબીજાને મળ્યાં હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રાશેદની ઈર્ષ્યા કરાવે તેવી ભવ્ય લાઈફ.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan said to rashed, I am too proud of you Rasheed
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended