Home »Gossip» Begum Jaan Actress Gauahar Khan Wants To Be In Lead Role

ડિફરન્ટ રોલ કરવા ઇચ્છે છે 'બેગમજાન'ની 'રૂબિના', રણબિર સાથે કરવું છે કામ

Onkar Kulkarni | Apr 20, 2017, 13:58 PM IST

મુંબઇઃ તાજેતરમાં જ ગૌહર ખાન વિદ્યા બાલનની 'બેગમ જાન'માં સેક્સવર્કર રૂબિનાના રોલમાં જોવા મળી હતી. 'ઇશ્કઝાદે','રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર' જેવી ફિલ્મ્સમાં જોવા મળેલી ગૌહર ખાન હવે ડિફરન્ટ રોલ કરવા ઇચ્છે છે. અનેક ફિલ્મ્સમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળેલી ગૌહરે divyabhasakr.com સાથે કમર્શિયલ ફિલ્મ્સમાં લીડ રોલમાં એક્ટિંગ કરવાની તેમજ ઇન્ડસ્ટ્રિના કયા એક્ટર સાથે કામ કરવા ઇચ્છે છે તે પણ જણાવ્યું હતું.
 
આ બોલિવૂડ સ્ટાર્સ સાથે કામ કરવા ઇચ્છે છે ગૌહર
-ગૌહર ખાને વાત કરતા જણાવ્યું હતું કે,"હું ફરહાન અખ્તર સાથે કામ કરવા ઇચ્છું છું. કારણકે તે મને પ્રેરણા આપે છે. ઉપરાંત રણબિર કપૂર સાથે પણ કામ કરવાનું પસંદ કરીશ. મેં આ પહેલા 'રોકેટ સિંહ'માં તેની સાથે કામ કર્યું હતું. જોકે, તે સપોર્ટિંગ રોલ હતો."
-હાલ 'બેગમ જાન'માં તેના રોલને લઇને વખાણ થઇ રહ્યા છે. તેણે જણાવ્યું હતું કે,"મારી બહેન નિગાર મારા કામને પ્રામાણિક રીતે ટીકા અથવા વખાણ કરે છે. તેણે દુબઇમાં આ ફિલ્મ જોઇ હતી અને મારા વખાણ કર્યા હતાં. તેમજ મારા પાપા પણ મારૂ પર્ફોર્મન્સ જોઇને ખુશ થયા હતાં."
-ગૌહરે જણાવ્યું હતું કે ઓરિજનલ બંગાળી ફિલ્મ 'રાજકહાની'માં કામ કરી ચૂકેલી રિતુપર્ણા સેનગુપ્તાએ પણ તેના વખાણ કરતાં જણાવ્યું હતું કે,"ગૌહર તે કમાલની એક્ટિંગ કરી છે. આ માત્ર તું જ કરી શકે તેમ હતી. ઉપરાંત વિદ્યા બાલને પણ મારી એક્ટિંગના વખાણ કર્યા હતાં."
 
કેરેક્ટર માટે એક્ટિંગ વર્કશોપથી મળી મદદ
-ગૌહર ખાન રેખા અને વિદ્યાને તેના રોલમોડલ માને છે. તેણે જણાવ્યું હતું કે તેણે સેટ પરથી વિદ્યા બાલન પાસેથી ઘણું શીખ્યું છે.
-ઉપરાંત તેણે પોતાના કેરેક્ટર રૂબિના અંગે જણાવ્યું હતું કે,"મેં આ કેરેક્ટર માટે અનેક એક્ટિંગ વર્કશોપ કર્યા હતાં. જેથી મને ઘણી મદદ મળી હતી. આ કારણે જ અમારા વચ્ચે એક અનોખી કેમિસ્ટ્રી ઉભી થઇ અને સારૂ પર્ફોર્મન્સ આપી શક્યાં"
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Begum jaan Actress Gauahar Khan wants to be in lead role
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended