Home »Gossip» Sunny Deols On Screen Son From Gadar Now A Days

'ગદર'માં જોવા મળેલો સનીનો દીકરો બની ગયો છે Handsome Hunk, લાગે છે આવો

divyabhaskar.com | May 17, 2017, 08:05 AM IST

  • ઉત્કર્ષ શર્મા 'ગદર'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો
મુંબઇઃ વર્ષ 2001માં રીલિઝ થયેલી 'ગદર- એક પ્રેમકથા'એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ ઉપરાંત સની દેઓલના દીકરા તરીકે જોવા મળેલા ચાઇલ્ડ આર્ટિસ્ટે પોતાની એક્ટિંગથી દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. 'ગદર'માં જોવા મળેલો સની દેઓલનો દીકરો 'ચરણજીત' એટલે કે ઉત્કર્ષ શર્મા હવે લીડ એક્ટર તરીકે બોલિવૂડ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.
 
ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માનો દીકરો છે ઉત્કર્ષ
અનિલ શર્માએ જ 'ગદર'નું ડિરેક્શન કર્યું હતું. ઉત્કર્ષ ડિરેક્ટર અનિલ શર્માનો જ દીકરો છે. અનિલ શર્માએ અમિતાભ બચ્ચન, રજનીકાંત, ધર્મેન્દ્ર, સની દેઓલ, સલમાન ખાન સાથે કામ કર્યું છે. અનિલ શર્મા 'હુકુમત', 'એલાન-એ-જંગ', 'તહલકા', 'મહારાજા', 'ધ હિરો', 'અપને', 'વીર' જેવી અનેક ફિલ્મ્સ ડિરેક્ટ કરી ચૂક્યા છે. હવે તેઓ પોતાના દીકરાને લઇને 'જીનિયસ' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ઉત્કર્ષ લીડ રોલમાં અને તેની સાથે મિથુન ચક્રવર્તી પણ જોવા મળશે.
 
ડિરેક્ટર અને રાઇટર તરીકે કરી ચૂક્યો છે કામ
-ઉત્કર્ષને અભ્યાસમાં પણ ખૂબ રસ છે. તે અમેરિકાની એક ઇન્સ્ટિટ્યૂટમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ પણ કર્યો છે. તેણે લી સ્ટ્રેસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેનિંગ લીધેલી છે.
-ઉત્કર્ષ શર્મા જાહેરમાં ખૂબ ઓછો જોવા મળે છે. તે પોતે પણ ડિરેક્ટર બની ગયો છે. તે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશ્યિલ મીડિયાથી પણ દૂર રહે છે.
-'ગદર'નો જીત એટલે કે ઉત્કર્ષે 2015માં 'પર્પઝ' અને 'હોમ' નામની બે શોર્ટ ફિલ્મ બનાવી ચૂક્યો છે. આ ફિલ્મમાં તે લેખક અને ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.
 
'જીનિયસ'થી કરશે ડેબ્યૂ
-'ગદર'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના પર્ફોર્મન્સથી લોકોને દિવાના બનાવી દેનાર ઉત્કર્ષ 'જીનિયસ'થી લીડ એક્ટર તરીકે પોતાનું ડેબ્યૂ કરશે.
-'જીનિયસ'નું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે. તેમજ આ ફિલ્મનું ડિરેક્શન પણ અનિલ શર્મા જ કરશે.
-આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ, દિલ્હી, વૃંદાવન અને બેંગકોકમાં થશે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, 'ગદર'ના જીત એટલે કે ઉત્કર્ષ શર્માના અન્ય Photos...
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sunny Deols On Screen Son From Gadar now a days
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended