Home »Gossip» Aaradhya Bachchan Busy With Playing On Stage At IFFM

મોમ એશ Busy હતી સ્પીચમાં તો જાણો આરાધ્યા શું કરતી હતી

divyabhaskar.com | Aug 13, 2017, 14:22 PM IST

મેલબોર્નઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 70માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. એશ અહીંયા ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં હાજર રહી હતી. એશ જ્યારે સ્પીચ આપતી હતી ત્યારે આરાધ્યા ડેકોરેટિવ પીસ વીણવામાં વ્યસ્ત હતી.

એશ લાગી બ્યૂટીફૂલઃ
ઈવેન્ટમાં આરાધ્યા તથા એશે ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. 

હિંદી-અંગ્રેજીમાં આપી સ્પીચઃ
આ દરમિયાન ઐશ્વર્યાએ હિન્દી અને બાદમાં ઈંગ્લિશમાં અનુવાદ કરતા જણાવ્યું કે,''થેંક્યુ સો મચ મેલબોર્ન, આ ગર્વની ક્ષણ અને ખુશી આપવા બદલ સૌ કોઈનો આભાર. 70મો સ્વાતંત્ર્ય દિવસ મારા અને મારી દીકરી આરાધ્યા માટે એક સંભારણું બની રહેશે. ''. માત્ર એટલું જ નહીં, એશે ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. સ્પીચ દરમિયાન એશે આરાધ્યાનો હાથ પકડી રાખ્યો હતો. એકવાર આરાધ્યાએ હાથ છોડાવી દીધો હતો. તો એશ સતત આરાધ્યાના માથે હાથ ફેરવતી રહી હતી. જોકે, આરાધ્યા મોમની આસપાસ ફરતી હતી અને નીચે પડેલા ડેકોરેટિવ કાગળના ટૂકડા વીણતી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઐશ્વર્યા-આરાધ્યાની ખાસ તસવીરો....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aaradhya bachchan busy with playing on stage at IFFM
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended